બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા બીજીવાર મા બનશે
મુંબઈ: રોડીઝની જજ અને એક્ટ્રેસ નેહા ધૂપિયા અને પતિ અંગદ બેદી ફરી એકવાર પેરેન્ટ્સ બનવાના છે. કપલે હાલમાં જ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. નેહા અને અંગદે દીકરી મહેર સાથેની સુંદર તસવીર શેર કરીને બીજી પ્રેગ્રેન્સીની જાહેરાત કરી છે.
બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરવા માટે નેહા અને અંગદે દીકરી મહેર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરમાં નેહા અને અંગદ બ્લેક આઉટફિટમાં ટિ્વનિંગ કરી રહ્યા છે. બોડી-હગિંગિ ડ્રેસમાં બેબી બંપ બતાવી રહેલી નેહા ખૂબસૂરત લાગી રહી છે. જ્યારે બ્લેક શર્ટ અને ટ્રાઉઝરમાં અંગદ પણ હેન્ડસમ લાગતો હતો. જ્યારે બ્લૂ ફ્રોકમાં કપલની દીકરી મહેર ક્યૂટ લાગતી હતી.
આ ફેમિલી ફોટોગ્રાફ શેર કરતાં અંગદે લખ્યું, “નવું હોમ પ્રોડક્શન જલદી જ આવી રહ્યું છે. વાહે ગુરુ મહેર કરે “. નેહાએ પણ આ જ તસવીર શેર કરતાં લખ્યું, “કેપ્શન વિચારતાં અમને બે દિવસ લાગ્યા અને સૌથી સારું અમે વિચારી શક્યા એ છે…થેન્ક્યૂ ભગવાન વાહે ગુરુ મહેર કરે.”
નેહા અને અંગદે આ તસવીરો શેર કરતાં સેલેબ્સ અને ફેન્સ કોમેન્ટ કરીને તેમને શુભકામનાઓ પાઠવવા લાગ્યા. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ હાર્ટના ઈમોજીથી કોમેન્ટ કરી. અનિતા હસનંદાએ પણ અભિનંદન પાઠવ્યા. ફરહા ખાનને કદાચ પહેલેથી જ પ્રેગ્નેન્સીની જાણ હશે એટલે જ તેણે કોમેન્ટ કરતાં કહ્યું, હવે હું લોકોને કહી શકું છું?. સાનિયા મિર્ઝાએ ખુશી વ્યક્ત કરતાં લખ્યું, “લવ યુ ગાય્ઝ.”
નેહા અને અંગદની લવસ્ટોરીની વાત કરીએ તો પહેલા તેઓ મિત્રો હતા. ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થઈ હતી. ૧૦ મે ૨૦૧૮ના રોજ નેહા અને અંગદે દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. ૨૦૧૮ના નવેમ્બર મહિનામાં નેહા અને અંગદની દીકરી મહેરનો જન્મ થયો હતો. લગ્ન પહેલા નેહા પ્રેગ્નેન્ટ થતાં ચર્ચામાં રહી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો, ચર્ચા છે કે, નેહા ધૂપિયા ઓનલાઈન રિલિઝ થનારી ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ પણ છે. આ ઉપરાંત નેહા એક્શન ફિલ્મ ‘સનક’માં વિદ્યુત જામવાલ અને રુકમિણી મૈત્રા સાથે દેખાશે.