સુબ્રતો રોય સહારાની બોલિવૂડ બાયોપિક બનાવશે
મુંબઈ: બોલીવુડના પ્રોડ્યૂસર સંદીપ સિંહની લિજેન્ડ ગ્લોબલ સ્ટૂડિયોએ બિઝનેસમેન અને સહારા ઇન્ડિયા પરિવારના ચેરમેન સુબ્રતો રોય સહારીની બાયોપિકના રાઇટ્સ ખરીદી લીધા છે. આ પહેલા સંદીપસિંહ મેરી કોમ, અલીગઢ, સરબજીત અને પીએમ નરેન્દ્ર મોદી જેવી બાયોપિક્સમાં પ્રોડ્યૂસર રહી ચૂક્યા છે.
સહારાની બાયોપિક બનાવવા માટે બોલીવુડના અનેક પ્રોડક્શન હાઉસ રાહ જાેઇને બેઠા હતા, પરંતુ સંદીપ સિંહ તેના રાઇટ્સ ખરીદવામાં સફળ રહ્યા હતા. પ્રોડ્યૂસર સંદીપ સિંહ હાલમાં વીર સાવરકરની બાયોપિક અને ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ઝુંડ પર કામ કરી રહ્યા છે. સુબ્રતો રોય સહારાની બાયોપિકને લઇને સંદીપ સિંહનું કહેવુ છે કે, સહારાની સ્ટોરી આજના સમયમાં સૌથી વધુ આકર્ષણ કરતી સ્ટોરી છે. ઉત્તર પ્રદેશના એક નાના શહેરમાંથી નીકળીને ૧૪ લાખ વર્કર્સવાળા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર બનવું એ નાની વાત નથી.
પ્રોડ્યૂસરનું કહેવુ છે કે, સુબ્રતો રોયનું ઓર્ગેનાઇઝેશન ભારતીય રેલવે પછી બીજુ સૌથી મોટુ ઓર્ગેનાઇઝેશન છે. સુબ્રતો રોય સહારા સૌથી પ્રભાવશાળી લોકોમાંથી એક રહ્યા છે અને બોલીવુડ, રાજકારણ અને ખેલ જગતમાં પણ તેઓ ખ્યાતનામ હસ્તી છે. તેઓ વિવાદોમાં ફસાયેલા રહ્યા, તેમણે જીવનના અનેક ઉતાર-ચડાવને જાેયા. આ બધુ દર્શકો માટે જાેવાનું રસપ્રદ રહેશે. તેમની સ્ટોરી સરપ્રાઇઝિસથી ભરેલી છે. સંદીપસિંહનું કહેવુ હતું કે, ફિલ્મના રાઇટ્સ ખરીદવા સરળ ન હતું. તેમની બાયોપિક માટે અનેક લોકો એપ્રોચ કરી રહ્યા હતા, પરંતુ તેઓ તૈયાર ન હતા. હું ગત વર્ષે તેમને મળ્યો હતો અને ભરોસો અપાવ્યો હતો કે, આ ફિલ્મ પૈસા કમાવા માટે નહીં બનાવું. એમાં સત્ય હશે અને ફેક્ટ બેઝડ સ્ટોરી હશે. જે પછી અંતે અમે રાઇટ્સ મેળવ્યા અને આ પ્રોજેક્ટને લઇને ઉત્સુક છીએ.