ગોદરેજ એપ્લાયન્સિસે ડિશ વોશર્સના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
સ્ટીમ વોશ, એન્ટિ-જર્મ યુવી-આયન ટેકનોલોજી અને ટર્બો ડ્રાઇંગ સાથે ગોદરેજ ડિશવોશર્સ ધોવાની અસરકારક અને સ્વચ્છ ટેકનિક ધરાવે છે, જે ભારતીય રસોડા અને ભારતીય પાક કળા માટે પરફેક્ટ છે
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય તથા ભારતની અગ્રણી હોમ એપ્લાયન્સિસ કંપનીઓ પૈકીની એક ગોદરેજ એપ્લાયન્સિસે એની નવી રેજ ગોદરેજ ઇઓન ડિશવોશર્સની નવી રેન્જ સાથે ભારતીય ડિશવોશર્સ બજારમાં પ્રવેશ કર્યો છે.
આ લોંચ પર ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નાંદીએ કહ્યું હતું કે, “મહામારીએ ઉપભોક્તાના તણાવના સ્તરમાં ચિંતાજનક રીતે વધારો કર્યો છે.
ખાસ કરીને શહેરના ઉપભોક્તાઓને વધારે અસર થઈ છે – જ્યારે તેઓ ઘરના કામ સાથે તેમના ઓફિસના કાર્યો કરવા સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે તેઓ સ્વાસ્થ્યનું જોખમ ટાળવા ઘરગથ્થું કામ માટે અન્ય લોકોની નિર્ભરતા ટાળવા પ્રયાસરત છે.
એના પગલે ડિશવોટર્સ જેવા ઉપયોગી ઉપકરણોની માગમાં વધારો થયો છે. અમે સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને ઓછામાં પ્રયાસો સાથે સંબંધિત વિવિધ ટેકનોલોજીઓ પર કામ કરી રહ્યાં છે અને મહામારીની શરૂઆતથી અમારા ડિશવોશર્સ માટે આ દિશામાં પ્રયાસ કર્યો છે. સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અસરકારકતાને કેન્દ્રમાં રાખીને ગોદરેજ ડિશવોટર્સ ડિશ વોશ કરવા માટે અસરકારક ઉપકરણ પ્રસ્તુત કર્યા છે – જે ઉપભોક્તાઓના ઘરકામમાં સૌથી વધુ સમય લે છે.
અમે ખરાં અર્થમાં ડિશ ધોવા શ્રેષ્ઠ ઉપકરણની રેન્જ પ્રસ્તુત કરી છે. અમારું માનવું છે કે, આ કેટેગરીમાં મહામારી પછી પણ વૃદ્ધિ જળવાઈ હેશે, કારણ કે વધુને વધુ ઉપભોક્તાઓ આ પ્રોડક્ટ તેમના જીવનમાં વધારે ઉપયોગી પુરવાર થશે.”
આ નવા ગોદરેજ ઇઓન ડિશવોશર્સ વિવિધ બાબતો પર ડિશવોશર વિશેની ખોટી ધારણાઓ તોડે છે – જેમ કે ડિશ સાફ કરવાની અસરકારકતા, એકસાથે ડિશ ધોવાની સંખ્યા કે વિવિધ પ્રકારની ડિશ ધોવાની ક્ષમતા, પાણીનો બગાડ, વીજળીનો વપરાશ, સમય વગેરે.
ગોદરેજ ઇઓન ડિશવોશર એકસાથે 91 વાસણો અને કટલેરીને ધોવા માટે 12 અને 13 પ્લેસ સેટિંગ્સ સાથે ભારતીય કિચન માટે આદર્શ છે, જેમાં મોટા પ્રેશર કૂકર્સ, કઢાઈ, પેન, તવા અને અન્ય તમામ પ્રકારના ભારતીય વાસણો સામેલ છે. એમાં મોંઘા ડિનર સેટ અને નાજુક કપ અને ગ્લાસ પણ ધોઈ શકાય છે. એમાં ટેફલોન™ નોન-સ્ટિક કૂકવેર, સિરામિક, મેલામાઇન, સિલિકોન અને પ્લાસ્ટિકના વાસણો પણ ધોઈ શકાય છે, જે ડિશવોશરની સલામતીનો પુરાવો છે.
લોકોમાં એક એવી માન્યતા છે કે, ડિશવોશર પાણીનો પુષ્કળ ઉપયોગ કરે છે. ગોદરેજ ડિશવોશર્સ આ ખોટી ધારણાને તોડે છે. કંપનીના તમામ ડિશવોશર્સ ઇકો મોડ ધરાવે છે, જે ઊર્જાની બચત કરે છે અને ધોવાના એક ચક્રદીઠ 9 લિટર જેટલા પાણીનો ઉપયોગ કરે છે. આ ગ્રીઝ અને મસાલાના ડાઘ સામે અસરકારક હોવાથી ભારતીય પાકશૈલી માટે આદર્શ છે. આ બ્રાન્ડની એની તમામ ઓફરમાં પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતાને અનુરૂપ છે.
ગોદરેજ ડિશવોશર્સ અનેક ખાસિયતો ધરાવે છેઃ
· સ્ટીમ વોશ ટેકનોલોજી ખાદ્ય સામગ્રીના જિદી ડાઘોને દૂર કરે છે અને સાથે સાથે ડિશોને અસરકારક રીતે નરમ રીતે ધુએ છે – જે ઘણીવાર જિદ્દી ગીઝ અને ચોટીં ગયેલી ખાદ્ય ચીજવસ્તુઓ ધરાવતા ભારતીય ખાદ્ય પદાર્થો માટે આદર્શ છે.
· વિશિષ્ટ યુવી ટેકનોલોજી ડિશ પર બેક્ટેરિયા અને ડિસઇન્ફેક્ટને દૂર કરે છે તથા બિલ્ટ-ઇન-આયોનાઇઝર નેગેટિવ આયનની ગંધને દૂર કરે છે.
· સ્માર્ટ વોશ ટેકનોલોજી વિશેષ ટર્બિડિટી સેન્સર્સ પ્રદાન કરે છે, જે પાણીમાં કણોના પ્રમાણને ઓળખે છે અને દરેક સમયે અસરકારક વોશ માટે એને ધોવાના ચક્રના માપદંડો (તાપમાન, સમયગાળો, પાણીનો જથ્થો) એડજસ્ટ કરે છે. આ મશીનો પાણીની કઠિનતા કે મુલાયમતા એડજસ્ટ કરી શકશે.
· ડાયરેક્ટ વોશ ફંક્શન ગ્લાસ/ફીડિંગ બોટલ વગેરે જેવા સંકુચિત ઢાંકણા ધરાવતા પાત્રોને વધારે અસરકારક રીતે ધુએ છે, ત્યારે ટ્રિપલ વોશ ફંક્શન મજબૂત પેન, કૂકર વગેરે માટે મશીનની પાછળ 2 વધારાના સ્પ્રે એક્ટિવેટ કરે છે.
· સ્પેશ્યલ ટર્બો ડ્રાઇંગ ટેકનોલોજી ડિશોવોશરમાંથી સ્ટીમ ખેંચવા હવાના અસરકારક પરિભ્રમણ માટે એક ફેન એક્ટિવેટ કરે છે અને પાત્રોને અસરકારક રીતે સૂકવે છે. વધારે માટી ધરાવતી ગ્રીઝ ડિશો માટે ઇન્ટેન્સિવ 65°C વોશ પ્રોગ્રામ સાથે ઉપભોક્તાઓને ડિશને વાઇપ કરવાની જરૂર નથી અથવા એ સૂકાય એની રાહ જોવાની જરૂર નથી તથા ડિશવોશરમાંથી ગરમ-શુષ્ક અને ચમકદાર ડિશનો આનંદ લઈ શકે છે.
· ઓટો ડોર ઓપન ફીચર ડ્રાઇંગ દરમિયાન ઓટોમેટિક દરવાજાને થોડો ખોલે છે, જેથી ડિશોને સુકવવા માટે જરૂરી ઊર્જામાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને સુકવવાની પ્રક્રિયા વધારે અસરકારક બને છે.
· અસરકારક બીએલડીસી ઇન્વર્ટર ટેકનોલોજી દ્વારા સંચાલિત ગોદરેજ ઇઓન ડિશવોશર ઊર્જાના ઓછા વપરાશ, શ્રેષ્ઠ સ્વચ્છતા અને સૂકવવાની કામગીરી માટે સર્વોચ્ચ A+++ એનર્જી રેટિંગ ધરાવે છે તેમજ સમય અને પાણીની બચત કરે છે.
ભારતીય ડિશવોશરનું બજાર નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 90 મિલિયન અમેરિકન ડોલર (રૂ. 667 કરોડ)ને આંબી જશે એવી ધારણા છે.
ગોદરેજ એપ્લાયન્સિસના ડિશવોશર્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ રાજિન્દર કૌલે ઉમેર્યું હતું કે, “ભારતમાં ડિશવોશર કેટેગરી પ્રાથમિક તબક્કામાં છે, પણ કોવિડ-19ના પરિણામ સ્વરૂપે વ્યક્તિગત સ્વચ્છતા અને સુવિધા માટેની જરૂરિયાતમાં વધારો થયો છે. આ પ્રોડક્ટ સેગમેન્ટ માટેની જાગૃતિ અને માગમાં વધારો થયો છે.
ઓક્ટોબર, 2020માં અમે પસંદગીના શહેરો માટે અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર જ ગોદરેજ ઇઓન ડિશવોશરની નવી રેન્જ પ્રસ્તુત કરી હતી. હવે સંપૂર્ણ રેન્જ સમગ્ર ભારતમાં ઓફલાઇન રજૂ કરવામાં આવી છે. અમારી કિંમત સામે શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની પ્રાથમિકતા સાથે અમને ચાલુ નાણાકીય વર્ષમાં 15 ટકા બજારહિસ્સો હાંસલ કરવાનો વિશ્વાસ છે.”
ઊંચી ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરતાં સ્ટેઇન્લેસ-સ્ટીલ ઇન્ટેરિઅર ડોર અને ટબ સાથે ગોદરેજ ઇઓન ડિશવોશર 2-વર્ષની વિસ્તૃત વોરન્ટી ધરાવે છે. 3 વેરિઅન્ટમાં 13 પ્લેસ અને 12 પ્લેસ સેટિંગમાં ઉપલબ્ધ નવા ગોદરેજ ઇઓન ડિશવોશર્સની કિંમત રૂ. 37990 + કરવેરાથી શરૂ થાય છે.