Western Times News

Gujarati News

મને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુન્દ્રા જ છે.: શર્લિન ચોપડા

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ ફિલ્મ બનાવવા ઉપરાંત બનાવીને એપ પર અપલોડ કરવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે તેમની પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે. પોલીસે વીડિયો અપલોડ કરનારા ઉમેશ કામથની પણ ધરપકડ કરી છે.

ફેબ્રુઆરી ૨૦૨૧માં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો કેસ દાખલ કર્યો હતો. જેની તપાસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચની એફઆઇઆર મુંજબ રાજ કુન્દ્રા જ આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે. પોલીસે ફેબ્રુઆરી મહિનામાં જ આ મામલે કેસ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ હવે રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ છે. મોડી રાતે પોલીસે તેમનું મેડિકલ કરાવ્યું

મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ કરવાનો મામલો નોંધ્યો હતો. ૨૬ માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધુ હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ રેકોર્ડ કરી લીધુ છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ કરી છે.

રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ થયો છે. પોલીસના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. એફઆઇઆર મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડાએ લીધુ હતું.

પોલીસના જણાવ્યાં મુજબ શર્લિન ચોપડાનું કહેવું છે કે તેમને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને ૩૦ લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું. શર્લિન ચોપડાના જણવ્યાં મુજબ તેણે આ પ્રકારના ૧૫થી ૨૦ પ્રોજેક્ટ કર્યા છે.દરમિયાન પુનમ પાંડેએ પણ સાયબર સેલમાં પોતાના નિવેદન નોંધાવ્યા છે. જેમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો છે

તેમણે ૧૫-૨૦ ફિલ્મોમાં કામ કર્યુ છે. તનવીર હાશ્મીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે કેવી રીતે અલગ અલગ ફિલ્મોને વીડિયો ઍપ્સ પર ડાઉનલોડ કરવાનું કામ કરતો હતો. ઉમેશ કામત રાજ કુન્દ્રાની કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર છે. તે સમયે ચર્ચામાં આવ્યો હતો કે વેબ સિરીઝના નામ પર પોર્ન સિરીઝ બનાવવાનું આ રેકેટ મુંબઇથી ગુજરાત અને દેશ વિદેશ સુધી ફેલાયેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.