બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા ચાંપલાવત ગામે હેન્ડપંપ બન્યો રણનું મેદાન
હેન્ડપંપ રીપેરીંગ બાબતે તકરાર થતાં સાત સામે ફરિયાદ
અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં ચાંપલાવત ગામે પાણી ભરવાનો હેન્ડપંપ ઝઘડાનું કારણ બન્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ચાંપલાવત તા. બાયડ ના રહીશ હિનાબેન અજીતસિંહ ફુલસિહ સોલંકીએ સાઠંબા પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,પીવાના પાણી અને ઢોરઢાંખર પીવડાવવાના પાણીની તકલીફ પડતી હોવાથી સામાવાળાઓના ઘર આગળ આવેલ હેન્ડપંપ રીપેરીંગ કરવા માટે માણસો બોલાવેલ હતા.
ત્યારે સામાવાળા હેન્ડપંપ અમારી જમીનમાં છે તું કેમ રીપેર કરાવે છે તેમ જણાવી હેન્ડપંપ ચાલુ થયા પછી ફળિયાના માણસો પાણી ભરવા આવશો તો જાનથી મારી નાંખીશું તેમ ધાકધમકી આપી ઝઘડો કરતાં ફરિયાદી હિનાબેને પ્રભાતસિહ ભવાનસિહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી, દિનેશસિહ સોલંકી, સરદારસિહ સોલંકી, કૈલાશબેન સોલંકી, દરિયાબેન સોલંકી, સુરીબેન સોલંકી તમામ રહે. ચાંપલાવત તા. બાયડ સામે ફરિયાદ દાખલ કરાવતાં સાઠંબા પોલીસે ગુ. ર. નં. ૧૧૧૮૮૦૧૧૨૧૦૧૨૬/૨૦૨૧ થી ગુનો નોંધી વધુ તપાસ સાઠંબા પોલીસ મથકના અ. હે. કો. ધીરુભાઈ ચલાવી રહ્યા છે.