ફરેડી થી સુરજપુર જવાનો મુખ્ય માર્ગ કાચો હોવાથી વિસ્તારના લોકો પરેશાન
સરકાર દ્વારા આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે,ત્યારે હકીકત કઈ જુદીજ જોવા મળી રહી છે,આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધા એવા પાકા રોડ રસ્તાથી વંચિત છે
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામથી માલપુર તાલુકાના ટીસ્કી ગ્રામ પંચાયતના પેટા પરા સુરજપુરને જોડતો મોડાસા તાલુકાની હદમાં આવતો લગભગ બે કિમી. માર્ગ કાચો છે,જેને લઇને સુરજપુર તેમજ ફરેડી ગ્રામ વાસીઓને ખુબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,
એટલુજ નહિ કાચા રસ્તાના કારણે ચોમાસા દરમિયાન ઇમરજન્સી ૧૦૮ પણ ગામમાં આવી શકતી નથી ફરેડી ગ્રામવાસીઓના જણાવ્યા અનુસાર ફરેડી થી સુરજપુર ને જોડતો બે કિ.મી. માર્ગ મોડાસા અને માલપુર તાલુકાને જોડતો માર્ગ છે,જેમાં માલપુરની હદમાં આવતો ટીસ્કી થી સુરજપુર સુધીનો લગભગ બે કિમી. માર્ગ પાકો છે,જ્યારે મોડાસા તાલુકાની હદમાં આવતો સુરજપુર થી ફરેડીને જોડતો માર્ગ કાચો અને ચીકણી માટી વાળો છે જેને લઇને ઘણા વાહન ચાલકો સ્લીપ થઇ જવાની ઘટનાઓ બને છે. અને ઘણી વખતે ચોમાસા દરમિયાન તો માર્ગ બંધ પણ થઈ જાય છે
વધુમાં ફરેડી ગ્રામવાસીઓએ રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, લાગતાં વળગતા તંત્રમાં રજૂઆતો કરવા છતાં રજૂઆતો ધ્યાન પર લેવામાં આવતી નથી, તેમજ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને પણ ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છે.
આ બાબતે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે,હું મારા મત વિસ્તારની મુલાકાત લેતો રહું છુ અને ભૂતકાળમાં જ્યારે અંબાલાલ સરપંચ હતા ત્યારે મનરેગા માં આ માર્ગનું મેટલીંગ કામ કરાવ્યું હતું, ત્યારબાદ આ માર્ગને પાકો કરવા માટેની મંજૂરી બાબતે છેલ્લા સાત વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરી રહ્યો છું….