રાજસ્થાન કોંગ્રેસમાં પણ સચિનને યોગ્ય સમ્માન આપવાની માંગ ઉઠી
જયપુર: પંજાબના મામલામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ જે કડકાઇ બતાવી તેની કોંગ્રેસમાં ખુબ ચર્ચા થઇ રહી છે.મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના લાખ પ્રયાસ અને વિરોધ છતાં પાર્ટી હાઇકમાન્ડે જે રીતે નવજાેત સિંહ સિધ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા તેનાથી નેતાઓમાં એક કડક સંદેશ ગયો છે આ મુદ્દા પર કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકનના એક રીટ્વીટએ રાજસ્થાનમાં પણ રાજનીતિક ગરમી વધારી દીધી છે. આમ તો અજય માકને ખુદ કાંઇ લખ્યું નથી ફકત એક પત્રકારના ટ્વીટને રીટ્વીટ કર્યું છે પરંતુ તેનાથી સ્પષ્ટ થાય છે કે અજય માકન તેનાથી સહમત છે પોતાની ટ્વીટમાં પત્રકારે લખ્યું હતું કે સિધ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નિયુકત કરી પાર્ટીના હાઇકમાન્ડે યોગ્ય નિર્ણય કર્યો છે કારણ કે હાઇકમાન્ડને કોંગ્રેસના ક્ષેત્રીય વચ્ચે પોતાની શક્તિ બતાવવી પણ જરૂરી હતું.
રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી અજય માકને આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે એવામાં રાજસ્થાન કોંગ્રેસમાં પરિવર્તનની માંગ ઉઠવા લાગી છે. એ યાદ રહે કે રાજયના મુખ્યમંત્રી અશોક ગહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યાં છે તેના કારણે પાર્ટી એક થઇ કામ કરી શકતી નથી સચિન પાયલોટની પણ એજ ફરિયાદ છે કે મુખ્યમંત્રી ગહલોત તેમને કામ કરવા દેતા નથી અને કોઇ પણ રીતનો સહયોગ આપતા નથી આજ કારણે સચિને એકવાર બળવો પણ કર્યો હતો પરંતુ બાદમાં હાઇકમાન્ડની મધ્યસ્થતા બાદ તેઓ માની ગયા હતાં.
હવે અજય માકનના રીટ્વીટ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ સચિન પાયલોટને યોગ્ય સમ્માન આપવાની માંગ ઉઠવા લાગી છે આમ પણ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના બે સૌથી નજીકના નેતાઓમાં સચિન અને પાયલોટ અને જયોતિરાદિત્ય સિંધિયાને સામેલ કરવામાં આવે છે.સિંધિયા તો ગત વર્ષે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઇ ચુકયા છે હવે જાેવાનું એ છે કે સચિન પાટલોટ કેટલાક દિવસ ટકી રહે છે અથવા તો કોંગ્રેસ હાઇકમાન્ડ કયારે તેમના પર વિશ્વાસ વ્યકત કરે છે.