ક્રાઇમ બ્રાંચે અમદાવાદ શહેરના ૧૪ ચોરીના ગુનાના ભેદ ઉકેલાલ્યા
અમદાવાદ: પાલડીમાં દિન દહાડે થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દીધો છે. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાંચે ટેમ્પા ચાલકની ધરપકડ કરી છે. ટેમ્પા ચાલકની પૂછપરછમાં ચોરીના ૧૪ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ટેમ્પાની આડમાં ચોરીને અંજામ આપતો હતો.
ટેમ્પો ચાલક સલીમ ઉર્ફે ઝાકીર ખાન શેખ જેણે મજૂરીના નામે પોશ વિસ્તારમાં અનેક બંધ મકાનોમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. આરોપી પોતાની લોડીંગ રિક્ષા લઈને મજૂર બનીને ફરતો હતો અને બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી રફુચક્કર થઈ જતો હતો. આજ પ્રકારે ધરણીધર દેરાસર નજીક એક ફ્લેટમાં વકીલના ઘરેથી ૨૨ લાખ રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જે સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પાનો નંબર મેળવી ટેમ્પા ચાલકની વટવાથી ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપી સલીમ શેખની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પોશ વિસ્તારમાં લોડીંગ રિક્ષા સાથે અલગ-અલગ વિસ્તારમાં ફરી પૈસાદાર વ્યક્તિઓ રહેતા હોય તેવી સોસાયટી કે ફ્લેટ બંધ હોય ત્યાં રેકી કરતો હતો. આ પછી તે બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશી સોના દાગીના અને રોકડની ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. બંધ મકાનમાં ચોરી કરવાની હોય તેની નજીક પોતાની લોડીંગ રિક્ષા પાર્ક કરીને ચોરી કર્યાનો મુદ્દામાલ લોડીંગ રીક્ષામાં મૂકી ફરાર થઈ જતો હતો.
આરોપી સલીમ ઉર્ફે ઈરફાન શેખે ૩ વર્ષની અંદર ૧૪થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. જેમાં આરોપી સલીમ શેખે એલિસબ્રિજના ચોરીના ગુનામાં જેલમાંથી બહાર આવતા જ આ ૧૪ જેટલા ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. જાેકે પાલડી, વેજલપુર અને કલોલ સિટી બંધ મકાનમાં ચોરીની ફરીયાદ થઈ છે. આરોપી સલીમ શેખ ટેમ્પાની આડમાં ઘરફોડ ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે. સાથે જ આરોપી પોલીસના હાથે ઝડપાય નહીં તે માટે ટેમ્પાનો નંબર પ્લેટ ન દેખાય તે તેની પણ ખાસ તકેદારી રાખતો હતો. જાેકે પોલીસ તપાસમાં ટેમ્પાનો માલિક બીજાે હોવાનું સામે આવ્યું છે પરતું હાલ આરોપી સલીમ શેખની પૂછપરછ શરૂ કરી છે.