જાસુસી મુદ્દો ઃ સત્તા માટે વલખા મારી રહેલ કોંગ્રેસ દેશને ગુમરાહ કરે છે : વિજય રૂપાણી

ગાંધીનગર: પેગાસસ મુદ્દે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યુ કે, કોંગ્રેસ સત્તા વિના તરફડી રહી છે. સત્તા મેળવવા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ રહી છે તેનો આ દાખલો છે. લોકશાહીમાં વિપક્ષે જે ભૂમિકા ભજવવાની હોય છે તે કમનસીબે સત્તા વિમુખ થયા બાદ, કોંગ્રેસ વિકાસની રાજનીતિનો વિરોધ કરી રહી છે.૪૫ દેશ પેગાસસનો ઉપયોગ કરે છે તેની વાત નથી કરતા. લોકશાહીમાં વિપક્ષે જે ભૂમિકા ભજવવાની હોય છે તે કમનસીબે સત્તા વિમુખ થયા બાદ, કોંગ્રેસ વિકાસની રાજનીતિનો વિરોધ કરી રહી છે.
દેશહિત, જનહિત અને રાષ્ટ્રીય સુરક્ષાને બાજુએ મૂકીને ફરી સત્તા ઉપર આવવા માટે કોંગ્રેસ વલખા મારી રહી છે. તેની મનની મુરાદ પૂરી થવાની નથી, ઘણા સૈકા સત્તા ભોગવી છે. જેમ પાણી વિના માછલી તરફડે તેમ સત્તા વિના કોંગ્રેસ તરફડે છે. કોંગ્રેસે ખેડૂત આંદોલનમાં પણ ખેડૂતોને ગુમરાહ કર્યા છે. ખેડૂતોના નામે અરાજકતા ઊભી થાય તેવા પ્રયાસો કોંગ્રસે કર્યા છે.
સર્જીકલ અને એર સ્ટ્રાઈક વખતે પણ નકારાત્મકતા દાખવી. અર્બન નકસલ ગેગ કે જેઓ સેનાને બદનામ કરે છે તેની સાથે જાેડાઈને બદનામ કરે છે. રાષ્ટ્ર વિરોધીઓ સાથે જાેડાતા કોંગ્રેસને શરમ આવતી નથી. ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે એ કોંગ્રેસથી જાેવાતુ નથી માટે રાજનીતિ કરી રહી છે.વડાપ્રધાન સંસદગૃહમાં નવ નિયુક્ત પ્રધાનોની ઓળખ કરવતા હોય ત્યારે સસંદીય પ્રણાલીને તોડીને કોગ્રેસે લોકશાહીને બટ્ટો લગાવ્યો છે. પ્રજા આ કોંગ્રેસને ઓળખી લે તેમ પણ મુખ્યપ્રધાને જણાવ્યુ હતું.