Western Times News

Gujarati News

રાજપાલ યાદવને જેઠાલાલના રોલ માટેની ઓફર મળી હતી

મુંબઈ: ૨૦૦૮માં લોન્ચ થયેલો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા ૧૩ વર્ષથી દર્શકોને હસાવી રહ્યો છે. શોના જેઠાલાલ, ચંપક ચાચા અને ભીડે જેવા મુખ્ય પાત્રો લોકોના ફેવરિટ છે. ખાસ કરીને જેઠાલાલનું પાત્ર લોકોને આનંદ અપાવે છે. દિલીપ જાેશી દ્વારા ભજવાઈ રહેલું પાત્ર પહેલા કોને ઓફર થયું હતું તે વિશે કદાચ તમને જાણ નહીં હોય. જેઠાલાલનું પાત્ર બોલિવુડના કોમેડિયન-એક્ટર રાજપાલ યાદવને ઓફર કરવામાં આવ્યું હતું. જી હા, તમે સાચુ વાંચ્યું. રાજપાલ યાદવને જેઠાલાલનું પાત્ર ભજવવાની ઓફર મળી હતી તે વાત એક્ટરે પોતે સ્વીકારી છે.

રાજપાલ યાદવ આરજે સિદ્ધાર્થ કનનના શોમાં હાજર રહ્યો હતો. જ્યાં તેને જેઠાલાલનું પાત્ર ન ભજવવા બદલ કોઈ પસ્તાવો થઈ રહ્યો છે? તેમ પૂછતાં તેણે કહ્યું ના ના જેઠાલાલના પાત્રની ઓળખાણ એક સારા એક્ટર, એક સારા કલાકારના હાથે થઈ છે અને હું દરેક પાત્રને કોઈ કલાકારનું પાત્ર માનું છું. અમે લોકો મનોરંજનના માર્કેટમાં છીએ તો હું કોઈ કલાકારના પાત્રને પોતાના પાત્રમાં ફિટ કરવા ઈચ્છતો નથી’.
રાજપાલ યાદવે આગળ કહ્યું તેથી મને લાગે છે કે જે પણ પાત્ર બન્યા, જે રાજપાલ યાદવ માટે બન્યા, તે તેને કરવાનું સૌભાગ્ય મળ્યું. પરંતુ કોઈ અન્ય કલાકારે રચેલા અને બનાવેલા પાત્રને નિભાવવાની તક ક્યારેય મળી નહીં’.

રાજપાલ યાદવ પોતાના કોમિંગ ટાઈમિંગ માટે જાણીતો છે. તેણે ચુપ ચુપકે, ગરમ મસાલા, હંગામા, ફિર હેરા ફેરી અને ઢોલ જેવી ફિલ્મોમાં સારી કોમેડી કરી હતી.

૧૯૯૯માં ફિલ્મ દિલ ક્યા કરેમાં એક વોચમેનના રોલથી કરિયરની શરુઆત કરનારા રાજપાલ યાદવે પોતાના દમ પર બોલિવુડમાં જગ્યા બનાવી છે. ખૂબ જલ્દી તે ફિલ્મ હંગામા ૨માં જાેવા મળવાનો છે. જેના લીડ એક્ટર શિલ્પા શેટ્ટી અને પરેશ રાવલ છે.કેટલાક રિપોર્ટ્‌સમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, રાજપાલ ચાદવ સિવાચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માાં જેઠાલાલનો રોલ અલી અસગર, કીકૂ શારદા, અહસાન કુરેશી અને હપ્પૂ સિંહ કી ઉલ્ટન પુલ્ટન ફેમ યોગેશ ત્રિપાઠીને ઓફર કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.