બે વર્ષની બાળકી સાથે જાતીય સતામણી , કોર્ટે ફટકારી સાત વર્ષની સજા
અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬ દરમિયાન બે વર્ષની બાળકી સાથે જાતીય સતામણીની ઘટના બન્યા બાદ તે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે મામલે પોલીસે આરોપી રમેશ ઠાકોરની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને જેલ હવાલે મોકલ્યો હતો.
સેશન્સ કોર્ટમાં આ મામલો ચાલી જતા આરોપીના વકીલ જી એસ સોલંકીએ પોતાના અસીલના બચાવ માટે લેખિત પુરાવા અને મૌખિક દલીલો પણ કરી હતી. જાેકે, બીજી તરફ સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ પણ સમગ્ર ઘટના અંગે ભારે વિરોધ કર્યો હતો અને આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે માટેના મહત્વ પુરાવા અને રજૂઆતો કોર્ટની સમક્ષ કરી હતી.
મહિલા જજ પીસી ચૌહાણએ બંને પક્ષોને સાંભળ્યા બાદ અને તેમના પુરાવાને ધ્યાને લીધા બાદ ઘટનાના પાંચ વર્ષ બાદ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરીને આરોપી રમેશ ઠાકોરને જાતીય સતામણીના ગુનામાં દોષિત જાહેર કરીને સાત વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાયો હતો.