નશામાં ધૂત થયો બાઘા, માથે ચઢ્યું શાહરૂખ ખાનનું ભૂત
મુંબઈ: નાના પડદાનો સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામા તાજેતરના એપિસોડમાં જબરદસ્ત ડ્રામા જાેવા મળ્યો.
ગોકુલધામ સોસાયટીના તમામ લોકો આ નાટકના પ્રત્યક્ષદર્શી બન્યા છે. હકીકતમાં, જ્યારે દરેક રેસ્ટોરન્ટમાં આયોજીત પાર્ટીમાં જમવા ગયા ત્યારે પુરૂષોએ કોલ્ડ ડ્રિંકની એક મોટી બોટલમાં દારૂ મિક્સ કરી હતી.
પુરૂષ મંડળીના બધા લોકો તેનો આનંદ માણવા જઇ રહ્યા હતા, પરંતુ ચીલી પનીર ખાધા પછી, તેના મોઢની તીખાસને શાંત કરવા ઉતાવળમાં, બાઘાએ તમામ ઠંડા પીણા પીધા. ત્યારબાદ આ દારૂની અસર બાઘા પર થવા લાગી હતી. બાઘાએ સંગીત વિના ફ્લોર પર નૃત્ય કરવાનું શરૂ કર્યું અને જેઠાલાલ, મહેતા ભાઇ, બાપુજી અને અન્યને તેનું કારણ જાણવા પહોંચ્યા તો વિચિત્ર લાગ્યા હતા.
પહેલા તો બાઘા આ વાત પર ભાવુક થઈ જાય છે કે, તેને બધા ડાન્સ ફ્લોર છોડી રૂમમાં જવા માટે કહી રહ્યા છે. આ સિવાય સુપરસ્ટાર શાહરૂખ ખાનની નકલ કરતી વખતે તેણે વાત શરૂ કરી હતી. બાઘા પર શાહરૂખ ખાનનું એવું ભૂત ચઢ્યું હતું કે દરેક વાત તે શાહરૂખ ખાનના અંદાજમાં કહી રહ્યો હતો. આ સિવાય તેણે આંગળીથી ગાલમાં ડિમ્પલ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.