ભિલોડાની ટીમ વોલીબોલ સ્પર્ધામાં ઝળકી

(પ્રતિનિધિ) ભિલોડા, શ્રી અરવલ્લી આદિજાતિ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ધ્વારા સંચાલિત ભિલોડા શ્રી જ્ઞાન તપોવન વિદ્યા મંદિરની ટીમ ભિલોડા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં અંડર- ૪ બહેનો વિભાગમાં દ્ધિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેલ મહાકુંભ-ર૦૧૯ અંતર્ગત તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા માતૃશ્રી આર.જે.તન્ના વિદ્યાલય , રામનગર ખાતે યોજાઈ હતી. અંડર -૧૪ બહેનોની ટીમ વિજેતા જાહેર કરાતા જીલ્લા કક્ષાએ પસંદગી પામ્યા હતા. અંડર – ૧૪ ભાઈઓમાં ૬ વિદ્યાર્થીઓ પણ જીલ્લા કક્ષાએ પસંદગી પામ્યા છે. શ્રી અરવલ્લી આદિજાતિ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ પ્રકાશભાઈ સડાતે વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.