Western Times News

Gujarati News

યેદિયુરપ્પા દ્વારા ભાજપના ધારાસભ્યોને આપવામાં આવનારા જમણવાર મોકુફ રખાયો

બેંગ્લુરૂ: કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાની વચ્ચે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આપવામાં આવનારા રાતના જમણવારને મૌકુફ કરી નાંખવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી. યેદિયુરપ્પા તેમની સરકારને બે વર્ષ પુરા થવાના પ્રસંગે ૨૫ જુલાઈએ ધારાસભ્યોનું ડિનર રાખવાના હતા.
સત્તાવાર સૂત્રોનાએ આ કાર્યક્રમ મૌકુફ કરવાના કારણોનો ખુલાસો કર્યા વગર રાતના જમણવારની નક્કી બેઠક મોકુફ કરી દેવામાં આવી છે અને નવી તારીખ હાલ નક્કી નથી કરવામાં આવી. જમણવારને સાંજના લગભગ ૭ વાગ્યે એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. પહેલા એવા સમાચાર હતા કે ધારાસભ્ય દળની બેઠક ૨૬ જુલાઈએ ૨ વર્ષ પુરા થવાના પ્રસંગે બોલાવવામાં આવશે.

આ દરમિયાન નેતૃત્વ પરિવર્તનની અટકણો પર કેટલીક સ્પષ્ટતાની આશા હતી. જાે કે અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે કે ધારાસભ્ય દળની કોઈ બેઠક બોલાવવામાં આવી નથી. યેદીયુરપ્પાએ ટ્‌વીટ કરીને લખ્યું કે, મને ગર્વ છે હું ભાજપનો વફાદાર કાર્યકર્તા છું. મારા માટે સમ્માનની વાત છે, આદર્શોનું પાલન કરીને ભાજપની સેવા કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, મારા તમામ સમર્થકોએ પાર્ટીના સંસ્કારોના આધારે વર્તન કરવું જાેઈએ. ટ્‌વીટમાં તેમણે સમર્થકોને વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ પ્રદર્શન અથવા પાર્ટીને શરમમાં મુકાવવું પડે તેવા કાર્યક્રમમાં તમે ન જાેડાશો. મહત્વનું છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી બદલવાની ચર્ચાઓ વચ્ચે મોદીની વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત થઈ હતી.

યેદિયુરપ્પાએ અગાઉ જે.પી.નડ્ડા, અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. યેદિયુરપ્પા શરતી રાજીનામું આપવા તૈયાર હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ હતી. ત્યારે હવે યેદિયુરપ્પાએ પોતાના સમર્થકોને કોઈ પણ વિરોધ ન કરવાની અપીલ કરી છે. ભાજપમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે યેદિયુરપ્પાની વિદાઈ થઈ શકે છે, તો પાર્ટીની અંદર એ વાતનો પણ અંદાજ લગાવવામાં આવે છે કે તેમના શક્ય ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે. લિંગાયત ગ્રપના ૭૮ વર્ષીય નેતા યેદિયુરપ્પાના ઉત્તરાધિકારીના નામને લઈને અદાજા લગાવાઈ રહ્યા છે.

આવતા ૨૬ જુલાઈએ સરકારમાં પોતાના ૨ વર્ષ પુરા થવા પર યેદિયુરપ્પાએ ગત અઠવાડિયે દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. આ દરમિન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને રક્ષા મંત્રી તથા ભાજપના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. પ્રવાસથી એવી ચર્ચા હતી કે પાર્ટી હવે નેતૃત્વ પરિવર્તનની યોજના પર કામ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીથી પાછા ફરવા પર યેદિયુપ્પાએ તમામ સમાચારોને ફગાવતા કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ તેમને પદ પર બની રહેવા કહ્યું છે.

ભાજપમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે યેદિયુરપ્પાની વિદાઈ થઈ શકે છે, તો પાર્ટીની અંદર એ વાતનો પણ અંદાજ લગાવવામાં આવે છે કે તેમના શક્ય ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે. લિંગાયત ગ્રપના ૭૮ વર્ષીય નેતા યેદિયુરપ્પાના ઉત્તરાધિકારીના નામને લઈને અદાજા લગાવાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.