વિરપુરના કુંભારવાડી ગામ પાસે ચાર ફૂટનો મગર જોવા મળતા રેસ્કયુ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના કુંભારવાડી ગામ પાસે જાહેર રસ્તા પર માહાકાય મગર દેખાતા ગામમાં અફડાતફડી મચી ગઇ હતી સ્થાનિક ગ્રામજનો દ્વારા વન વિભાગમાં જાણ કરવામાં આવી હતી, વન વિભાગમાંથી આર.એફ.ઓ દ્વારા વગડો ચેરીટેબલ ટ્રસ્ટ, સાઠંબા ને જાણ કરતા, સંસ્થાના પ્રમુખ રાજ પટેલ તથા સ્વયંસેવકો તથા વન વિભાગ માંથી નાયકભાઈ તથા સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી જેમાં સ્થળ ઉપર પોંહચીને એક કલાકના ભારે જહેમત બાદ ચાર(૪) ફુટના મગરને સુરક્ષિત પકડીને તેમના કુદરતી નિવાસસ્થાને (પૂનવૅસન) સલામત રીતે છોડવામાં આવ્યા હતા.