આગ્રામાંથી ચાર શબ મળી આવતા સનસનાટી ફેલાઇ
આગ્રા: ઉત્તરપ્રદેશના આગ્રામાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.સવારે ઘરના દરવાજા ખુલ્લા હતાં ત્યારબાદ આસાપસના લોકોએ જાેયું અને આ અંગેની જાણ પોલીસને કરી હતી.
મળતી માહિતી અનુસાર કુચા સાધુરામમાં રેખા રાઠોડ પોતાની બે પુત્રો અને એક પુત્રીની સાથે રહે છે કહેવાય છે કે બે વર્ષ પહેલા રેખાના છુટાછેડા થયા હતાં તેનો પતિ સુનીલ રાઠોડ કયાંય અન્ય જગ્યાએ રહે છે જયારે સવારે દરવાજાે ખુલ્લો હતો અને કેટલોક સામાન ઘરની બહાર વેરવિખેર પડયો હતો આથી પડોસીઓએ ધરમાં તપાસ કરી હતી અને તેમના શબ મળી આવ્યા હતાં. આથી તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસને પહેલા માળેથી તમામ ચાર શબ કબજાે કર્યા હતાં શબ પર લોહીના નિશાન પણ જાેવા મળ્યા હતાં. સુત્રોએ જણાવ્યું હતું કે નીચેના રૂમમાં ચાર લીબુ, હળદર વગેરેનો સામાન મળ્યો હતો
જે તંત્ર મંત્ર તરફ ઇશારો કરે છે. જાે કે ઘરનો સામાન વેરવિખેર હોવાથી લુંટફાટની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે.પોલીસે હાલ ફોરેસિંક વિભાગની મદદથી પુરાવા એકત્રિત કર્યા છે અને તપાસમાં ખોજી કુતરાઓની પણ મદદ કરવામાં આવી છે.મૃતકોમાં ૧૨ વર્ષનો પુત્ર,આઠ વર્ષની યુવતી માહિ અને દસ વર્ષનો પુત્ર પારસ છે. પોલીસનું કહેવું છે કે આ અંગેની તપાસ ચાલુ છે અને આરોપીને તાકિદે ઝડપી પડાશે