નરોડાના દેવ આશિષ સ્કાયના ડેવલપરને રેરાનો રૂા.૧પ લાખનો દંડ
અમદાવાદ ઃ નરોડામાં દેવ આશિષ સ્કાય નામનો પ્રોજેક્ટ મુકનાર અબ્જીબાપા ઈન્ફ્રાસ્ટ્રકચર પાર્ટનરશીપ ફર્મને તેના ગ્રાહકો પાસેથી એગ્રીમેન્ટ ફોર સેલ કરતા પહેલા ૧૦ ટકા કરતા પણ વધારે રકમ લેવા મામલે રેરાએ સુઓમોટો કરી હતી. જેમાં તમામ દલીલો ધ્યાને લીધા બાદ ભાગીદારી પેઢીને રૂા.૧પ લાખનો દંડ ફટકાર્યો હતો.
સાથે સાથે એવી પણ નોંધ કરી હતી કે આ રકમ તેઓ ગ્રાહકો પાસેથી વસુલી શકશે નહી. તેમજ દંડની રકમ ૧પ દિવસમાં જ ભરી દેવા આદેશ કર્યો છે. નરોડા કઠવાડા રોડ ઉપર આવેલા દેવ આશિષ સ્કાય નામના પ્રોજેક્ટના અલ્ટરેશન રજીસ્ટ્રેશન માટે રર મી ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ ઓનલાઈન અરજી કરાઈ હતી.
જેમાં પ્રોજેક્ટના સીએ દ્વારા ન્યુ પ્રોજેક્ટ લોંંચ દર્શાવ્યો હતો. જેમાં કુલ ૪૮ યુનિટમાં ૧૦ ટકા કરતા વધારે રકમ લીધાનુૃ દર્શાવ્યુ હતુ. રેરા કાયદાની ૧૩ (૧) ની જાેગવાઈ અનુસાર રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ ફોર સેલ પહેલાં ગ્રાહકો પાસેથી ૧૦ ટકા કરતા વધારે રકમ લઈ શકાય નહી.
ભાગીદારી પેઢીએ એવી પણ રજુઆત કરી હતી કે તેમણે ર૭ યુનિટના એેગ્રીમેન્ટ ફોર સેલ કરી દીધા છે. ૧૩ યુનિટના એગ્રીમેન્ટ ફોર સેલ માટે તારીખ લેવાઈ છે. ૧ યુનિટમાં મોટી વેલ્યુ દર્શાવી છે. જાે કે તમામ બાબતો ધ્યાને લીધા બાદ કાયદાનો ભંગ થયો હોવાનું રેરાએ ઠરાવ્યુ હતુ.