Western Times News

Gujarati News

ગુજરાતી વેબ સિરીઝ “છેલ્લી ચા” વર્લ્ડ ફિલ્મ કાર્નીવલ-સિંગાપોરમાં ઓફિશ્યિલ સિલેકશન પામી.

હારિતઋષિ પુરોહિતની આવનારી વેબ સિરીઝ પ્રિયજનની યાદ અપાવશે “છેલ્લી ચા”

આ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વસ્તરની ફિલ્મો અને વેબસીરીઝ રજુ થતી હોય છે. જેમાં “છેલ્લી ચા” એ સૌ પ્રથમવાર કોઈ ગુજરાતી વેબ સિરીઝ પસંદ પામી છે. વારંવાર થતા લોકડાઉનથી મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. થિએટરના વિકલ્પે ઘર બેઠા મળતા ડિજિટલ પ્લેટફોર્મને દર્શકો પ્રાધાન્ય આપતા થઇ ગયા છે. Gujarati web series Chelli Cha

હવે,નકલી ગાળા-ગાળી, હિંસક દ્રશ્યો, અનૈતિક સંબંધો અને સતત દારૂ,જુગાર જેવા અસામાજિક તત્ત્વો ને દર્શાવતી વેબ સિરીઝમાં થી મોટા ભાગ નો વર્ગ  વિમુખ થઇ ને પારિવારિક કે સામાજિક કન્ટેન્ટ જોતો થઇ ગયો છે. પ્રિયજન સાથે બેસી ને રોમેન્ટિક વેબ સિરીઝ જોતા જોતા કિંમતી પળો વિતાવી ટ્રેન્ડ બની ગયું છે.

દેશ-વિદેશ માં ફિલ્મ ક્ષેત્રે કાર્યરત હારિતઋષિ પુરોહિતે (Haritrushi Purohit) નવોદિત અભિનેતા વિરાજ પાટડીયા (Viraj Patadia) અને મનાલી જોશીને (Manali Joshi) લઇ ને છેલ્લી ચા વેબ સિરીઝ લઇ ને આવી રહ્યા છે. ગુજરાત-મુંબઈ ના ખ્યાંતનામ સિનેમેટોગ્રાફર કશ્યપ ત્રિવેદી એ ખૂબસૂરતી થી કેમેરા વર્ક કર્યું છે. ટેલેન્ટેડ એડિટર અભિષેક મસોયા છે.

અનેક ફિલ્મ અને સીરીયલમાં સંગીત આપનાર જયદીપ રાવલ તેમજ મરીઝ સાહબની એક સુપ્રસિદ્ધ ગઝલ ને રિક્રિએટ કરવા માં આવી છે. રંગમંચમાં કામ કરેલ અનેક અભિનેતા  જેવા કે ઓમ ભટ્ટ, ઉત્સવી, હેમાંગ શાહ, હિતેન આડેસરા એ સહાયક ભૂમિકા ભજવી છે.

હારિતઋષિ પુરોહિત ને આપણે તો ધીરુભાઈ ને ઍમેઝોન પ્રાઈમમાં ગુજરાતી ફિલ્મોની ટર્નિંગ પોઇન્ટમાંની એક ગણવામાં આવે છે.  તેમજ તેમને સ્ક્રિપ્ટ માટે ઇટાલી,લોસ એન્જલ્સ માં એવોર્ડ મળી ચુક્યો છે અને વર્ષ 2017માં તેમની બંને ફિલ્મો ને સાઉથ એશિયા ની ફિલ્મ બાઝાર ઇવેન્ટની વિડિઓ લાયબ્રેરીમાં સ્થાન મળ્યું છે.

તાજેતર માં જ દુબઇ માં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ અને ટિમને લઇ ને એડ કેમ્પેઇનસ શૂટ કર્યા છે કે જે લન્ડન, ઓસ્ટ્રેલિયા, દુબઇ માં પ્રસારીત થયા છે. સેવન્થ સેન્સ કોન્સેપટ્સના બનૅર હેઠળ છેલ્લી ચા ના નિર્માતા કુણાલ બી છે કે જેમને અનેક એડ ફિલ્મ, કોર્પોરેટ વિડિઓ બનાવ્યા છે. છેલ્લી ચા નજીકના સમયમાં જ એક મોટા ડિજિટલ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.