નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું છે : આદિત્ય નારાયણ
મુંબઈ: ઘણીવાર સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીએ આપેલા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આવું જ કંઈક હાલમાં સિંગર-એક્ટર અને સિંગિંગ રિયાલિટી શો આદિત્ય નારાયણની સાથે થયું. હાલમાં જ ૨૦૨૨ બાદ ટીવીમાંથી બ્રેક લેવાનો હોવાની આદિત્ય નારાયણે જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષથી હું ટીવીમાં છું. હવે બીજી જગ્યાએ જવાનો સમય છે. જ્યારે સ્મોલ સ્ક્રીન પર હોસ્ટિંગ શરુ કર્યું ત્યારે હું ટીનએજર હતો અને આવતા વર્ષે હું તે ખતમ કરીશ. હવે હું પિતા બનીશ. તેના આ નિવેદન પરથી કેટલાક મીડિયા હાઉસે તેવું છાપ્યું કે, આદિત્ય નારાયણ પિતા બનવાનો છે
તેની પત્ની શ્વેતા અગ્રવાલ. હકીકતમાં, આદિત્ય નારાયણ કરિયરમાં પોતાની પોઝિશન વિશે વાત કરી રહ્યો હતો. પોતે પિતા બનવાનો હોવાની અફવા ફેલાતા આદિત્ય નારાયણે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું ‘જાે કંઈક આવું હશે તો અમે તેની જાહેરાત કરીશું. ૨૦૨૧માં હજી ૬ મહિના પસાર થયા છે. હજી હું પોતાને સમય આપવા માગુ છું. અત્યારે તો અમારે રોમાન્સ કરવાનો સમય છે. મેં એવું ક્યારેય નહોતું કહ્યું કે, મારી પત્ની મા બનવાની છે. મેં પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. હજી ઘણું નવું થવાનું બાકી છે. હું મારા જીવનને વધારે સુંદર બનાવવા માગુ છું’.
જણાવી દઈએ કે, આદિત્ય નારાયણે હવે કોઈ પણ ટીવી શો હોસ્ટ ન કરવાનું નક્કી કર્યું છે. જેનું પાલન તે ૨૦૨૨ બાદ કરશે. તેણે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે ભારતીય ટેલિવિઝન પર હોસ્ટ તરીકે ૨૦૨૨ મારું છેલ્લું વર્ષ હશે.
હું મારા અગાઉના કમિટમેન્ટ્સ સાથે જાેડાયેલો છું, જે હું આવનારા મહિનાઓમાં પૂરા કરીશ. ઈન્ડસ્ટ્રીમાં મારા ઘણા સારા સંબંધો છે પરંતુ જાે હું તેને અત્યારે છોડી દઈશ તો હોડીને અધવચ્ચે તરછોડવા જેવું થશે. હું મારા રસ્તા માટેનો પાયો નાખી રહ્યો છું.