પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર લગાવ્યા ગંભીર આરોપ
મુંબઈ: બોલ્ડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે જાણીતી એક્ટ્રેસ પૂનમ પાંડેએ હાલમાં જ અશ્લીલ ફિલ્મોના મામલે રાજ કુંદ્રાની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. પૂનમ પાંડેએ હાલમાં જ રાજ કુંદ્રા અને તેના સાથીઓ સામે ક્રિમિનલ કેસને લઈને બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેમણે એક એપને લઈને તેનો સંપર્ક કર્યો હતો.
પૂનમ પાંડેએ કહ્યું મને ધમકી આપીને બળજબરીથી કોન્ટ્રાક્ટપર સાઈન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર લખવામાં આવ્યું હતું કે, તેઓ જ્યારે કહેશે અને જેવી રીતે કહેશે, તે પ્રમાણે મારે શૂટિંગ કરવું પડશે અથવા પોઝ આપવા પડશે. નહીં તો તેઓ મારી પર્સનલ વસ્તુઓને લીક કરી દેશે.
આગળ તેણે કહ્યું જ્યારે હું કોન્ટ્રાક્ટ સાઈન કરવાના મૂડમાં નહોતી અને કોન્ટ્રાક્ટને છોડવાનો ર્નિણય લીધો ત્યારે તેણે મારા પર્સનલ મોબાઈલ નંબરને એક મેસેજ સાથે લીક કરી દીધો હતો. આ મેસેજમાં લખ્યું હતું- મને ફોન કરો, હું તમારા માટે કપડા ઉતારીશ. મને આજે પણ યાદ છે કે, તે બાદ મને દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં કોલ આવી રહ્યા હતા, કોઈ પણ સમયે લોકો કોલ કરતા હતા અને મારી સામે ખુલ્લીને સર્વિસની ડિમાન્ડ કરતા હતા. લોકોએ મને પોર્ન તસવીરો અને વીડિયો મોકલવાનું શરુ કરી દીધું હતું. મેં ડરના કારણે મારું ઘર પણ છોડી દીધું હતું કે ક્યાંક મારી સાથે કંઈક ખોટું ન થઈ જાય. હું ડરીને જીવવા લાગી હતી’.
પૂનમ પાંડેએ તેમ પણ કહ્યું કે મારા વકીલે મને ચેતવણી આપી હોવા છતાં હું આ નિવેદન આપી રહી છું કે એક જાણીતી પર્સનાલિટી હોવા છતાં જાે રાજ કુંદ્રા મારી સાથે આવું કરે તો બાકી લોકો માટે કેટલું મુશ્કેલ રહ્યું હશે. આપણે ક્યાં અને કેવી રીતે આ રોકી શકીએ છીએ? તેને જજ કરવું ઘણું મુશ્કેલ છે. તેથી, હું તમામ લોકોને ખાસ કરીને છોકરીઓને વિનંત કરું છું કે, જાે તેમની સાથે પણ કંઈક આવું થયું હોય તો તેઓ સામે આવે અને પોતાની વાત રાખે.