Western Times News

Gujarati News

પતિએ ભરણપોષણના ૭૬ હજાર આપવાની ના પાડી

ગાંધીનગર: ભરણપોષણનો કેસ થયો પણ પતિ પત્નીને રૂપિયા નહોતો ચુકવતો, જેની સામે કોર્ટે કડક પગલા ભર્યા છે. ભરણપોષણના ૭૬ હજાર રૂપિયા ભરવાનો ઈનકાર કરનારા પતિને કોર્ટે જેલની સજા કરી છે. કલોલની કોર્ટે ૮ વર્ષની દીકરી અને પત્નીને ભણપોષણ ચૂકવવાની ના પાડી દેવાના કિસ્સામાં કલોલની કોર્ટે સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે.

લગ્ન પછી અનબનના કારણે પતિ-પત્ની છૂટા પડ્યા હતા અને આ દરમિયાન કોર્ટે પતિને ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. જાેકે, પતિ દ્વારા કોર્ટે નક્કી કરેલી રકમ ઘણાં મહિનાઓ સુધી પતિ દ્વારા ભરપાઈ કરવામાં ના આવતા તે વધીને ૭૬ હજાર રૂપિયા થઈ ગઈ હતી. આર્થિક સંકળામણ અને બીજી તરફ કોરોનાનો કહેર.. આવામાં મહિલાએ પોતાનું તથા દીકરીના ગુજરાન ચલાવવામાં તકલીફ થતા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

કલોલની કોર્ટે અનિતાબેનની વ્યથા સાંભળીને ભરણપોસણની ચુકવણી ના કરતા પતિ ગોપાળભાઈ પ્રજાપતિને જેલની સજા સંભળાવી છે. કલોલના પલસાણામાં રહેતા અનિતાબેનના લગ્ન કડી તાલુકાના ધુમાસણ ગામમાં રહેતા ગોપાળભાઈના સાથે સમાજના રીત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન જીવન દરમિયાન આ બન્નેની એક દીકરી છે જેની ઉંમર ૮ વર્ષ છે. પતિ-પત્ની અનબન બાદ એક બીજાથી છૂટા પડ્યા હતા

જેની સામે કોર્ટે પતિ ગોપાળભાઈને પત્નીને જે ભરણપોષણની રકમ ચૂકવવા માટે કહ્યું હતું તેનું તેમણે પાલન નહોતું કર્યું જેના કારણે આંકડો વધીને ૭૬ હજાર પર પહોંચી ગયો હતો. પોતાની પત્નીને ચૂકવવાના રૂપિયાનો આંકડો વધીને ૭૬ હજાર થઈ ગયા પછી પણ ગોપાળભાઈએ તેની ચૂકવણી કરવાનો ઈનકાર કરી દેતા અનિતાબેને વકીલ ભુપેન્દ્ર બારોટ દ્વારા કલોલ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મહિલાની સ્થિતિ વિશે જાણ્યા પછી અને પતિ ગોપાળભાઈની આડોડાઈને જાેઈને તેમને ૩૭૫ દિવસની સાદી જેલની સજા સંભળાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.