પંજાબમાં સિદ્ધુના કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસના ૫ કાર્યકરોના મોત

ચંડીગઢ: પંજાબના મોગા જિલ્લામાં એક બસ અકસ્માત સર્જાયો જેમા ૫ કોંગ્રેસના કાર્યકરોના મોત થયા છે. ઉપરાંત આ અકસ્માતમાં ૨૦ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસનું કહેવું છે બે બસ આમને સામને ધડાકાભેર અથડાઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બસની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ હતો. જેઓ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિહ સિદ્ધુના તાપજાેશી કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.
પોલીસને જ્યારે અકસ્માતની જાણ થઈ ત્યારે પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. જ્યા તેમણે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતને લઈને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. સમગ્ર મામલે પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે મોગા જિલ્લામાં જે અકસ્માત થયો તેમા ત્રણ કોંગ્રેસ કાર્યકર્તાના મોત થયા છે. સાથેજ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જેથી તે વાતનું મને દુઃખ છે. તેમણે વધુમાં કહ્યું મે આદેશ આપ્યા છે. કે ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર મળવી જાેઈએ. સાથેજ સમગ્ર મામલે પોલીસ રાજ્ય સરકારને રિપોર્ટ સોપે તેવા પણ આદેશ કર્યા છે.પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ ભવનમાં અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું