ભાજપ અમદાવાદ શહેર સંગઠન દ્વારા તમામ મોરચાઓના પદાધિકારીઓના નામ જાહેર
અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આજે અમદાવાદ શહેર ભાજપના વિવિધ મોરચાની જાહેરાત કરવામાં આવી છે. શહેર સંગઠન બાદ હવે મોરચાઓની જાહેરાત કરાઇ છે. જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, અનુસૂચિત જાતિનો મોરચો, અનુસૂચિત જનજાતિનો મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો તેમજ લઘુમતી મોરચાની જાહેરાત કરાઇ છે. આ મોરચાઓની અંદર એક પ્રમુખ અને ૨ મહામંત્રીઓની નિમણૂંક કરાઇ છે.
આ હોદ્દેદારોમાં પ્રદેશ યુવા મોરચામાં કામ કરી ચૂકેલા અને ગત ટર્મ દરમિયાન જીલ્લાના પ્રભારી રહી ચૂકેલા વિનય દેસાઈને પ્રમુખ બનાવવામાં આવ્યાં છે એનજીઓ ચલાવતા અને યુવા મોરચામાં કામ કરી ચૂકેલા મયુર પટેલને મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. તેઓ પ્રદેશ કારોબારીના સભ્ય પણ છે.
મહિલા મોરચામાં ડૉ. સ્મિતા જાેશીને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. આ સિવાય જૈમીનીબેન પટેલને મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. જે પહેલાં શહેર સંગઠનના હોદ્દામાં જવાબદારી સાંભળી ચૂક્યાં છે. તો કિશન મોરચાની જાે વાત કરીએ તો તેમાં ડી.બી પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. જે પહેલાં વોર્ડ પ્રમુખ હતાં તો આશિષ પટેલ વાસણાના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યાં છે તેઓને પણ મહામંત્રી બનાવ્યાં છે. જ્યારે બળદેવજી ઠાકોર કે જેઓ ગ્યાસપુરના પૂર્વ સરપંચ હતા તેઓને પણ મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. તો લઘુમતી મોરચામાં નવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આજે અમદાવાદ શહેરમાં મોરચાઓના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે.