શું તમે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસના IPO માં રોકાણ કરવા માંગો છો? તો આ વાંચો
ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ લિમિટેડ લાંબા ગાળાની બિમારીઓની સારવારમાં પસંદગીના ઊંચું મૂલ્ય ધરાવતા, નોન-કોમોડિટીઝ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્સ (“APIs”) ની અગ્રણી ડેવલપર અને ઉત્પાદક છે. આ પ્રકારની બિમારીઓમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો રોગ, દુઃખાવામાં રાહત અને ડાયાબીટિસ સામેલ છે.
કંપની પેટ-આંતરડાની બિમારીઓ, એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ અને અન્ય પ્રકારની સારવારમાં ઉપયોગી APIsનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે.
કંપની ઘણી બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ અને સ્પેશિયાલ્ટી ફાર્માસ્યુટિકલ કંપનીઓને કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓપરેશન્સ (“CDMO”) સેવા પણ પ્રદાન કરે છે.
અત્યારે કંપની ચાર બહુઉદ્દેશી ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જે ભારતના ગુજરાત રાજ્યમાં અંકલેશ્વર અને દહેજ તથા ભારતનાં મહારાષ્ટ્રમાં મોહોલ અને કુર્કુંભમાં ભાડાપટ્ટાની મિલકતોમાં સ્થિત છે. આ ચારેય એકમોની કુલ સ્થાપિત ક્ષમતા 31 માર્ચ, 2021ના રોજ 726.6 કેએલ હતી.
નાણાકીય વર્ષો 2021, 2020 and 2019માં એનો સંશોધન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે કુલ ખર્ચ અનુક્રમે રૂ. 40.52 કરોડ, રૂ. 40.03 કરોડ અને રૂ. 37.57 કરોડ હતો અથવા કામગીરીમાંથી કુલ આવકમાંથી અનુક્રમે 2.15 ટકા, 2.60 ટકા અને 2.67 ટકા હિસ્સો ધરાવે છે.
31 મે, 2021ના સુધી કંપનીએ વિવિધ મુખ્ય બજારો (એટલે કે અમેરિકા, યુરોપ જાપાન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, તાઇવાન, કેનેડા, ચીન અને ઓસ્ટ્રેલિયા)માં યુરોપિયન ફાર્માકોપોઇયા (“CEPs”)ના મોનોગ્રાફ માટે 403 ડ્રગ માસ્ટર ફાઇલ્સ (“CDMO”) અને સર્ટિફિકેટ્સ ઓફ સ્યુઇટેબિલિટી ફાઇલ કરી હતી. કંપની 39 ગ્રાન્ડેડ પેટન્ટની માલિકી કે સહમાલિકી ધરાવતી હતી તથા કેટલાંક દેશોમાં 41 પેન્ડિંગની અરજીઓ વિચારણાધિન છે અને ભારતમાં છ અરજીઓ વિચારણાધિન છે.
કંપની નિયમન ધરાવતા બજારો અને વિકાસશીલ બજારો એમ બંને બજારોમાં ગ્રાહક માટે ઉપયોગી ઉત્પાદનોનું વેચાણ કરે છે.
નાણાકીય વર્ષો 2021, 2020 અને 2019માં નિયમન થતા હોય એવા બજારના ઉત્પાદનોમાંથી આવક અનુક્રમે રૂ. 1,237.41 કરોડ, રૂ. 1,096.62 કરોડ અને રૂ. 968.51 કરોડ હતી અથવા કામગીરીમાંથી થયેલી કુલ આવકમાં અનુક્રમે 65.64 ટકા, 71.33 ટકા અને 68.93 ટકા હિસ્સો ધરાવતી હતી.
માર્ચ, 2021 સુધી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે 120 મોલીક્યુલ્સનો પોર્ટફોલિયો ધરાવે છે અને એના APIsનું ભારતમાં વેચાણ થાય છે તથા યુરોપ, ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, જાપાન અને બાકીની દુનિયામાં (“ROW”)માં વિવિધ દેશોમાં નિકાસ થાય છે. 31 માર્ચ, 2020 સુધી દુનિયાની 20 સૌથી મોટી જેનેરિક કપનીઓમાંથી 16 એની ગ્રાહક હતી.
અમારા પોર્ટફોલિયોના 120 મોલીક્યુલ્સનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણનું કુલ બજાર વર્ષ 2020માં અંદાજે 142 અબજ ડોલર હતું અને આગામી પાંચ વર્ષમાં આશરે 6.8 ટકા વધીને વર્ષ 2026 સુધીમાં આશરે 211 અબજ ડોલર થઈ જવાની અપેક્ષા છે. અમારા 120 મોલીક્યુલ્સ માટે વોલ્યુમની દ્રષ્ટિએ બજારની સાઇઝ વર્ષ 2020માં અંદાજે 9,959 ટન હતી અને વર્ષ 2026 સુધીમાં આગામી પાંચ વર્ષમાં 6 ટકાના દરે વધીને આશરે 12,079 ટન થઈ જવાની અપેક્ષા છે.
એના 120 મોલીક્યુલ્સના પોર્ટફોલિયો દ્વારા આવરી લેવાયેલા લાંબા ગાળાની સારવારના ક્ષેત્રો અત્યારે 84 ટકાથી વધીને વર્ષ 2026માં 91 ટકા થઈ જાય એવી અપેક્ષા છે. બિનચેપી રોગો (હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબીટિસ અને ફેંફસાનો લાંબા ગાળાનો રોગ સહિત)ની પ્રવર્તમાન વૃદ્ધિ, હાયપરટેન્શન, ડાયાબીટિસ અને કેન્સર માટે સૂચિત દવાઓ માટે નિયમન થતા હોય એવા બજારોમાંથી વધતી માગ અને વયોવૃદ્ધ વસ્તીના વધારા દ્વારા ભવિષ્યમાં એના 120 મોલીક્યુલ્સ ઉત્પાદનોની વૃદ્ધિ સતત જળવાઈ રહેશે એવી અપેક્ષા છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન અંકલેશ્વર સુવિધામાં તથા નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન દહેજ સુવિધામાં કુલ વાર્ષિક સ્થાપિત ક્ષમતા વધારીને 200 કેએલ કરીને હાલની ઉત્પાદન ક્ષમતા વધારી એની API ઉત્પાદન ક્ષમતાઓ વધારવાની યોજના છે.
કંપની કુલ રૂ. 1600 કરોડના “ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ” અને ગ્લન્માર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા 63,00,000 ઇક્વિટી શેરના “વેચાણ માટેની ઓફર” કરીને ફંડ ઊભું કરવા આઇપીઓ લાવશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ઇક્વિટી શેરદીઠ રૂ. 2 છે.
ઇશ્યૂના ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, બીઓએફએ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ અને ગોલ્ડમેન સાક્સ (ઇન્ડિયા) સીક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉ આઇડીએફસી સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી), બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને એસબીઆઈ માર્કેટ્સ લિમિટેડ છે.