આમીર ખાનની પુત્રી ઈરાએ કર્યો એવો ખુલાસો કે તમે ચોંકી જશો
યુવાન થઈ તો માએ સેક્સ એજ્યુકેશનની બુક આપી હતી-મારૂં શરીર પણ સામાન્ય રીતે ખૂબ જ બદલાઈ ગયું છે, હજુ એક લાંબો રસ્તો પાર કરવાનો છેઃ આમીરની પુત્રી
મુંબઈ, આમીર ખાનની પુત્રી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાથે જ નવી નવી પોસ્ટ દ્વારા લોકોનું ધ્યાન પણ આકર્ષિત કરતી રહેતી હોય છે. ઈરા ખાને હવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખીને આ વાતનો ખુલાસો કર્યો છે કે, જ્યારે તે યુવાન થઈ ત્યારે તેની મમ્મી અને ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તાએ તેને સેક્સ એજ્યુકેશનની એક બુક આપી હતી.
ઈરા ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. તેણે તેની પોસ્ટમાં અગત્સુ ફાઉન્ડેશનને પણ ટેગ કર્યું છે. આમીર ખાનની પુત્રી ઈરા ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટમાં લખ્યું છે કે, મને નથી લાગતુ કે મેં પહેલાં ક્યારેય ખુદને સંપૂર્ણ રીતે જાેઈ હોય. જ્યારે હું યુવાન થઈ રહી હતી
ત્યારે મારી મમ્મીએ મને સેક્સ એજ્યુકેશનની એક બુક આપી હતી અને મને ખુદને મિરરમાં જાેવાનું કહ્યું હતું, પરંતુ મેં એવું કર્યુ નહીં. મારૂ શરીર પણ સામાન્ય રીતે ખૂબ જ બદલાઈ ગયુ છે. હજુ એક લાંબો રસ્તો પાર કરવાનો છે. ઈરાએ સાથે કેપ્શનમાં લખ્યું કે, ઉત્સુક બનો. ઈરા ખાને પોતાની અગાઉની પોસ્ટમાં આ અંગે ખુલાસો કર્યો હતો.
જ્યારે હું ૧૪ વર્ષની હતી ત્યારે મારૂ યૌન શોષણ થયું હતું. મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે મને ખબર પડી તો હું આનાથી દૂર ચાલી ગઈ. હા, મને ખોટુ લાગ્યું કે મેં મારી સાથે આવું કેમ થવા દીધું, પરંતુ આ કોઈ જીવનભરનો એટલો મોટો ઝટકો ન હતો કે હું ડિપ્રેશનમાં જતી રહું.
મને ગભરામણ થઈ રહી છે, હું રડી રહું છું, આ ઘટના હું મારા મિત્રો અને મા-બાપને જણાવી શકું છું, પણ શું કહું. એ લોકો મને પૂછશે કેમ? તો હું શું કહીશ? મારી સાથે કંઈ ખોટુ જ નથી થયું જેવો હું અનુભવ કરી રહી છું. આ વિચારે મને તેઓ સાથે વાત કરવાથી રોકી.
ઈરા ખાન એક્ટિંગમાં નહીં પરંતુ ડિરેક્શનમાં પોતાનું કરિયર બનાવવા માગે છે. જેના માટે તે હાલ તૈયારીઓમાં વ્યસ્ત છે. ડિસેમ્બર ૨૦૧૯માં તેણે પહેલું નાટક યુરિપિડ્સ મેડિયા ડિરેક્ટ કર્યું હતું. જેમાં યુવરાજસિંહની પત્ની હેઝલ કીચ પણ જાેવા મળી હતી.