બરખા સેનગુપ્તા-ઈન્દ્રનીલના લગ્નમાં તિરાડની અફવા-૧૩ વર્ષ બાદ બંને અલગ રહે છે?
બરખા અને હું એકદમ ઠીક છીએ, મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવ્યા છે અને તેનો સોર્સ શું છે
મુંબઈ, થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પોપ્યુલર કપલ બરખા સેનગુપ્તા અને ઈન્દ્રનીલ સેનગુપ્તાના સંબંધમાં ખટરાગ ચાલી રહ્યો છે અને તેમના લગ્નજીવનમાં તિરાડ પડી શકે છે. પણ, ત્યારે બરખા અને ઈન્દ્રનીલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અમારી વચ્ચે બધું સામાન્ય છે.
પણ, હવે એવું જાણવા મળી રહ્યું છે કે બરખા સેનગુપ્તા અને ઈન્દ્રનીલ સેનગુપ્તા હવે એકસાથે નથી રહેતા. બરખા હવે દીકરી સાથે રહે છે જ્યારે ઈન્દ્રનીલ તેઓ બંનેને છોડીને પોતાના માતા-પિતા સાથે રહે છે. બરખા અને ઈન્દ્રનીલના લગ્નમાં ખટરાગના સમાચાર ત્યારે આવવાના શરૂ થયા કે જ્યારે ઈન્દ્રનીલનું નામ ઈશા સાહા નામની એક બંગાળી એક્ટ્રેસ સાથે જાેડાયું.
એક સૂત્રએ અમારા સહયોગીને જણાવ્યું કે છેલ્લા ૫ મહિનાથી તેઓ બંને વચ્ચે કશું સામાન્ય નથી. ઈન્દ્રનીલે તે એપાર્ટમેન્ટ છોડી દીધું છે, જ્યારે તેમાં પત્ની બરખા અને દીકરી મીરાં સાથે રહે છે. હવે ઈન્દ્રનીલ તે બિલ્ડિંગમાં પોતાના માતા-પિતા સાથે રહે છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું કે ઈન્દ્રનીલ સેનગુપ્તાનું ઈશા સાહા સાથે નામ જાેડાયું અને જે લિંક-અપના સમાચાર આવ્યા તેના કારણે બરખા અને ઈન્દ્રનીલના સંબંધ બગડ્યા. સૂત્રએ આગળ વાત કરતા જણાવ્યું કે બરખા સેનગુપ્તા અને ઈન્દ્રનીલે હાલ બ્રેક લેવાનો ર્નિણય લીધો છે.
આશા છે કે તેઓ વચ્ચેનો ખટરાગ ભવિષ્યમાં ઉકેલાઈ જાય અને તેઓ બંને ફરી સાથે રહેવા લાગે. પરંતુ, હજુ સુધી બરખા અને ઈન્દ્રનીલની કોઈ કોમેન્ટ આવી નથી. જ્યારે એક મહિના પહેલા ઈન્દ્રનીલનું નામ ઈશા સાહા સાથે જાેડાયું અને લગ્નમાં તિરાડના સમાચાર આવ્યા ત્યારે બરખાએ કહ્યું હતું કે
‘હું આ અફવાઓને ગંભીરતાથી નથી લેતી. જ્યારે ઈન્દ્રનીલ સેનગુપ્તાએ કહ્યું હતું કે આ તમામ અફવા છે. બરખા અને હું એકદમ ઠીક છીએ. મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવ્યા છે અને તેનો સોર્સ શું છે. બરખા અને મારું આગળ લાંબુ કરિયર છે અને આ પ્રકારની અફવાથી મને કોઈ ફરક નહીં પડે.