Western Times News

Gujarati News

એવું તે શું થયું કે “તારક મહેતા” શો બબીતાએ છોડી દીધો?

કેટલાય દિવસોથી શૂટિંગ નથી કર્યું-મુંબઈમાં શૂટિંગ શરૂ થયાને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં મુનમુન દત્તા સેટ પર પાછી ફરી નથી

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. થોડા મહિનાઓ પહેલા જ બે જૂના કલાકારોએ શો છોડી દીધો હતો અને તેમના સ્થાને નવા એક્ટર્સ આવ્યા હતા. હવે ચર્ચા છે કે, બબીતાજીનો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા શો છોડવાની છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુનમુન દત્તા છેલ્લા કેટલાય દિવસથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગ માટે સેટ પર નથી આવતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગત એપ્રિલ મહિનામાં શૂટિંગ પર પ્રતિબંધ લગાવાયો હતો. જેના કારણે દમણમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

જાેકે, નિયંત્રણો હળવા થતાં શોની ટીમ મુંબઈ પરત ફરી હતી. મુંબઈમાં શૂટિંગ શરૂ થયાને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં મુનમુન દત્તા સેટ પર પાછી ફરી નથી. સ્પોટબોયને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, “‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમને દમણથી પાછા આવ્યે એક મહિનો થઈ ગયો છે.

હવે મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે એવામાં મુનમુન દત્તા સેટ પર નથી આવી અને શોમાં તેના પાત્ર અંગે આગળ કોઈ સ્ટોરી પણ લખવામાં નથી આવી. થોડા દિવસો પહેલા મુનમુન દત્તા એક જાતિ પ્રત્યે આપત્તિજનક શબ્દ બોલવાને કારણે વિવાદમાં આવી હતી. ત્યારથી મુનમુને શૂટિંગ કર્યું નથી.

એવી જાેરદાર ચર્ચા છે કે મુનમુન શો છોડી દેવાની છે.” જાેકે, સ્પોટબોયે આ મુદ્દે મુનમુનની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉપલબ્ધ નહોતી. જણાવી દઈએ કે, આ વર્ષે મે મહિનામાં મુનમુન દત્તાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર મૂકેલા એક વિડીયોમાં જાતિસૂચક શબ્દ વાપર્યો હતો. જેના કારણે ખૂબ વિવાદ થયો હતો.

મુનમુનની સામે કેસ દાખલ થયો હતો અને ધરપકડની માગ ઉઠી હતી. જાેકે, પોતાની ભૂલનું ભાન થતાં જ મુનમુને તરત જ વિડીયોમાંથી એ શબ્દ ડિલિટી કરી નાખ્યો હતો અને માફી પણ માગી હતી. પરંતુ મુનમુન સામે દેશના વિવિધ શહેરોમાં હ્લૈંઇ નોંધાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.