દબંગ-૪ બનાવવા માટે સલમાન ખાને શું કહ્યું
સલમાન ખાને ફરી ચુલબુલ પાંડે બનવાનો ઈશારો કર્યો-અરબાઝ ખાનના શો પિંચ-૨માં સંકેત આપ્યો કે તે જલ્દી દબંગ ફ્રેન્ચાઈજીની આગામી ફિલ્મ પર કામ શરૂ કરવાનો છે
મુંબઈ, બોલીવૂડનો સુપર સ્ટાર સલમાન ખાન ફરી એક વાર ચુલબુલ પાંડે’ બનાવાની તૈયારી કરી રહ્યો છે. જી હાં, સલમાન ખાને સંકેત આપ્યો છે કે તે દબંની ફ્રેન્ચાઈજીની આગામી ફિલ્મ દબંગ-૪ પર કામ શરૂ કરી શકે છે. સલમાન તેના ભાઈ અરબાજ ખાનના શો પિંચ-૨ના પહેલાં એપિસોડમાં પહોંચ્યો હતો.
શોના રેપિડ ફાયર રાઉન્ડમાં સલમાન ખાને ઈશારો કર્યો કે, તે ખૂબ જ જલ્દી દંબગ-૪ પર કામ શરૂ કરી શકે છે. સલમાન ખાને હાલના દિવસોમાં તેની ફિલ્મ ટાઈગર-૩ને લઈને વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ છે. આ ફિલ્મનું શૂટિંગ ખૂબ જ જલ્દી મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં શરૂ થશે.
આ દરમિયાન પિંચ-૨માં પહોંચેલા સલમાન ખાને જ્યારથી દબંગ-૪ને લઈને સંકેત આપ્યો છે, ત્યારથી તેના ફેન્સમાં આતુરતા વધી ગઈ છે. પહેલી વાર વર્ષ ૨૦૧૦માં સલમાન ખાનની ફિલ્મ દબંગ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સો કરોડની કમાણી કરી હતી. પછી ૨૦૧૨માં દબંગ-૨ અને ૨૦૧૯માં દબંગ-૩ રિલીઝ થઈ હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો સલમાન ખાન પાસે હાલ બેક ટૂ બેક ઓછામાં ઓછી ૭ ફિલ્મો છે. આવામાં દબંગ-૪ માટે ક્યારે સલમાન ક્યારે સમય કાઢશે એ કહેવું મુશ્કેલ છે. સલમાન ખાન ટાઈગર-૩ સિવાય, આયુષ શર્માની સાથે અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ,
સાજીદ નડિયાદવાલાની કિક-૨, સૂરજ બડજાત્યાની એક રોમાટિંક ફિલ્મ, સાઉથ ઈન્ડિયન ફિલ્મ માસ્ટર અને ખીલાડીના રિમેક સિવાય એક રો એજન્ટની બાયોપિકમાં પણ જાેવા મળશે. આ સિવાય તે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાણમાં પણ કેમિયો કરી રહ્યો છે.