બાંગ્લાદેશે વધુ ૧૪ દિવસ માટે કડક લોકડાઉન લગાવ્યું

ઢાકા, ઈદ દરમિયાન પ્રતિબંધોમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ હવે બાંગ્લાદેશ સરકાર ચિંતામાં આવી ગઇ છે કે કોરોનાના કેસો વધી શકે છે. આવી સ્થિતિમાં સરકારે સમગ્ર દેશમાં ૧૪ દિવસનો કડક લોકડાઉન લગાવી દીધો છે. જુ જાહેર પ્રશાસનમંત્રી ફરહાદ હુસેને જણાવ્યું હતું કે આ લોકડાઉન છેલ્લા લોકડાઉન કરતા વધુ કડક હશે.
બાંગ્લાદેશે કોરોનાવાયરસ સંક્રમણને ફેલાવતાં રોકવા માટે ૧૪ દિવસીય દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની ઘોષણા કરી છે. ઈદના પ્રસંગે પ્રતિબંધોમાં રાહતને કારણે ચેપના કેસોમાં વધારો થવાની સંભાવનાને કારણે સરકારે આ ર્નિણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ઈદ દરમિયાન લાખો લોકો બાંગ્લાદેશમાં પોતપોતાના ગામોમાં પાછા ફર્યા હતા, જેનાથી કોવિડના કેસ વધવાની સંભાવના વધી છે.
બાંગ્લાદેશ સરકારે કહ્યું કે દરેકને પોતાના ઘરની અંદર રહેવું જાેઈએ. કચેરીઓ, અદાલતો, ગારમેન્ટના કારખાનાઓ અને અન્ય નિકાસના મુખ્ય ઉદ્યોગો બંધ રહેશે. કેબિનેટ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, ‘આગામી ૧૪ દિવસ માટે દેશમાં વધુ કડક લોકડાઉન લાગુ કરવા માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે, પાછલા પ્રતિબંધોની જેમ આ વખતે લોકડાઉન દરમિયાન નિકાસના મોટા ઉદ્યોગોને બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે .
ઉલ્લેખનીય છે કે કોરોનાની લહેરે બાંગલાદેશમાં તાંડવ મચાવ્યો છે, હાલ તેમની પાસે વેક્સિનેશ પણ પુરતા પર્ણાણમાં નથી તે ભારત પર વધારે ર્નિભર છે પરતું ભારતે વેક્સિન મામલે નિકાસ પર પ્રતિબંધ અટકાવતાં બાંગ્લાદેશની હાલત થોડી ગંભીર છે, અને કોરોના સંક્રમણ ખુબ ઝડપથી દેશમાં ફેલાઇ રહ્યો છે.