ચાનુને તિરંદાજ બનવું હતું પરંતુ વેઈટલિફ્ટર કુંજરાની દેવીનું ચેપ્ટર વાંચતા વેઈટલિફ્ટીંગ તરફ વળી હતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Mirabaichanu-1024x662.jpg)
મીરાબાઈની કિસ્મતમાં ધો.૮ના એક ચેપ્ટરથી પલટો આવ્યો હતો
ટોક્યો, ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ આજે આખા ભારતમાં છવાઈ ગઈ છે. ચારે તરફ મીરાબાઈ ચાનુની ચર્ચા વચ્ચે કદાચ ઘણાને ખબર નથી કે, તે પહેલા તિરંદાજ બનવા માંગતી હતી પણ આઠમા ધોરણમાં અભ્યાસ દરમિયાન પાઠ્ય પુસ્તકના એક ચેપ્ટરથી તેની કિસ્મતમાં પલટો આવ્યો હતો.
૧૨ વર્ષની વયથી મીરાબાઈને પોતાની તાકાતનો અંદાજ આવી ગયો હતો.તેનો જન્મ ઈમ્ફાલના નાનકડા ગામમાં ૧૯૯૪માં થયો હતો.તેના પાંચ ભાઈ બહેન છે.ચૂલો સળગાવવા માટે તે લાકડા વીણવા જતી હતી.તે વખતે મીરાબાઈ આસાનીથી લાકડાનો ભારો માથા પર ઉંચકી લેતી હતી.
તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મારા ભાઈ બહેનોને ફૂટબોલ રમવાનુ પસંદ હતુ પણ તેમને કપડા ગંદા થાય તે ગમતુ નહોતુ અને એટલે જ હું એવી રમત પસંદ કરવા માંગતી હતી કે, જેમાં કપડા ખરાબ ના થાય, માટે મેં તિરંદાજી પર પસંદગી ઉતારી હતી.
૨૦૦૮માં હું ટ્રાયલમાં ભાગ લેવા માટે ગઈ હતી પણ તે વખતે મને કોઈ ટ્રેનિંગ મળી નહોતી. ચાનુ આઠમાં ધોરણમાં ભણતી હતી ત્યારે પાઠ્ય પુસ્તકમાં તેણે ભારતની મહાન વેઈટ લિફ્ટર કુંજરાની દેવીની સફળતાનુ પ્રકરણ વાંચ્યુ હતુ અને તેણે વેઈટ લિફ્ટર બનવાનુ નક્કી કર્યુ હતુ.