વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Priyamalik.jpg)
પ્રિયાએ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બેલારુસની પહેલવાને ૫-૦થી હરાવી સુવર્ણ પદક પોતાના નામે કર્યું
નવી દિલ્હી, ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતીન ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે પહેલવાન પ્રિયા મલિકે હંગરીમાં આયોજિત વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હરિયાણાની પ્રિયા મલિકે હંગરીના બુડાપેસ્ટમાં થયેલી વિશ્વ કેડેટ કુશ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. Priya wins the gold medal for World Cadet Wrestling Championship.
પ્રિયાએ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બેલારુસની પહેલવાને ૫-૦થી હરાવીને સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે. આ પહેલા પ્રિયાએ ૨૦૧૯માં પુનામાં ખેલો ઈન્ડિયામાં સુવર્ણ પદક, દિલ્હીમાં ૧૭મી સ્કૂલ ગેમ્સમાં સુવર્ણ પદક અને ૨૦૨૦માં પટનામાં નેશનલ કેડેટ ચેમ્પિયનશિપમાં સુવરણ પદક જીત્યો હતો.
પ્રિયા મલિકની શાનદાર જીત પર લોકો તેને શુભકામના પાઠવી રહ્યા છે. હરિયાણાના ખેલ મંત્રીએ પણ તેને શુભકામનાઓ પાઠવી છે અને તેને હરિયાણાની દીકરી કહીને સંબોધી. ટોક્યો ઓલિમ્પિક પર આખા દેશની નજર છે ત્યારે પ્રિયા ગોલ્ડ મેડલ જીતી લાવી તો હવે દેશને તેમાં ભવિષ્યની એક ઓલિમ્પિક પ્લેયર દેખાઈ રહી છે. પ્રિયા મલિક આ પહેલા પણ ઘણી મોટી મેચ જીતી ચુકી છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પણ તેને શુભકામનાઓ પાઠવી છે.