પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ ગણેશ વિસર્જન
(પ્રતિનિધિ) અમદાવાદ : વિધ્નહર્તા ગણપતિ દાદાની આજે વિદાય થઈ રહી છે ત્યારે શ્રધ્ધાળુઓ ખૂબ જ વ્યથિત બની ગયા છે અને આવતા વર્ષે જલ્દીથી આવજા તેવી પ્રાર્થના વચ્ચે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા સવારથી જ શરૂ થઈ ગઈ છે. બીજીબાજુ શહેરમાં ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ ગણેશ મહોત્સવના સ્થળેથી લઈ ગણેશ વિસર્જનના સ્થળ સુધી નીકળી રહેલી શોભાયાત્રાઓમાં પણ પોલીસ જવાનો જાડાયેલા છે સવારથી જ નદી કિનારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે.
નાગરિકોના દ્વારે આવી પહોંચેલા વિધ્નહર્તા ગણપતિ દાદાની શ્રધ્ધાળુઓ દ્વારા આગતાસ્વાગતા કરી તેમની પૂજા કરવામાં આવતી હતી અમદાવાદ શહેરમાં ઠેરઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને રોજ સાંજે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં લાખો શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.
સમગ્ર અમદાવાદ શહેર ગણપતિ દાદાની ભક્તિમાં લીન જાવા મળતું હતું દાદાની વિદાયની ઘડીઓ નજીક આવતી જતી હતી ત્યારે શ્રધ્ધાળુઓ વ્યથિત બનતા જાવા મળતા હતાં આજે સવારથી જ ગણપતિ દાદાની વિદાય પ્રસંગે ઠેરઠેર શ્રધ્ધાળુઓ દ્વારા દાદાની પૂજા આરતી કરવામાં આવતી હતી.
વિધ્નહર્તા ગણપતિ દાદાની વિદાય માટે અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર તથા પોલીસ તંત્ર સજ્જ બનેલું છે અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સાબરમતી નદીના કિનારે ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે અને તેમાં સવારથી જ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. કુંડના ફરતે તરવૈયાઓની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન છેલ્લા ૧૦ દિવસથી પોલીસતંત્ર હાઈ એલર્ટ પર હતું અને તમામ પંડાલોમાં પોલીસનું સતત પેટ્રોલીંગ કરવામાં આવતુ હતું. કોઈપણ જાતના વિધ્ન વગર ગણપતિ મહોત્સવ પૂર્ણ થતાં જ આજે વિસર્જનના સમયે પોલીસતંત્ર દ્વારા શહેરભરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૂર્તિઓ માટે આ વખતે ખાસ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી હતી અને તે મુજબ જ ગણપતિ દાદાની સ્થાપના કરાઈ હતી. બીજીબાજુ મહોત્સવના આયોજકો દ્વારા પણ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવતુ હતું આજે ગણપતિ વિસર્જનને લઈ સમગ્ર શહેરમાં શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે. અમદાવાદ શહેરના મોટા ગણપતિ મહોત્સવના આયોજકો દ્વારા ગણપતિ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા મહોત્સવમાં આજે ભવ્ય શોભાયાત્રાઓ પણ યોજાવાની છે. ગણપતિ વિસર્જન માટેની તડામાર તૈયારીઓ પૂર્વ રાત્રિ સુધી ચાલી હતી ગઈકાલે ઠેરઠેર હવન યોજવામાં આવ્યા હતાં.
આજે સવારથી જ ગણપતિ દાદાની વિદાય માટે શ્રધ્ધાળુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવતી હતી આ ઉપરાંત પોલીસતંત્ર દ્વારા નકકી કરાયેલા નિયમોનું પાલન કરી ગણપતિ વિસર્જન કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા મૂર્તિઓનું વિસર્જન ખાસ કુંડમાં જ કરવાનો નિર્ણય લેવાયો છે
જેના પગલે સવારથી જ આ કુંડમાં વિસર્જન માટે એક પછી એક શ્રધ્ધાળુઓ આવી રહયા છે આ વખતે ક્રેઈનની વ્યવસ્થા રાખવામાં આવી નથી કારણ કે અમદાવાદ શહેરમાં ૧૦ ફુટથી ઉંચી મૂર્તિ બિરાજમાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ગણપતિ વિસર્જન માટે પોલીસ તંત્ર દ્વારા શહેરભરમાં ગઈકાલ રાતથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ ચાલી રહયું છે
આ ઉપરાંત શોભાયાત્રામાં પણ કોઈ અનિષ્ટ તત્વો વાતાવરણ ડહોળે નહી તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આમ સવારથી જ અમદાવાદ શહેરમાં ગણપતિ દાદાની વસમી વિદાયના પ્રસંગે સાબરમતી નદીના કિનારે શ્રધ્ધાળુઓ રીતસર રડતા જાવા મળતા હતાં.