ઐશ્વર્યા-અભિષેક સરથ કુમારની ફેમિલીને મળ્યા
મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં સાઉથના એક્ટર સરથ કુમાર સાથે જાેવા મળશે. એક તરફ ઐશ્વર્યા અને સરથ કુમારનું પ્રોફેશનલ જાેડાણ ચર્ચામાં છે ત્યારે બીજી તરફ પર્સનલ લાઈફમાં પણ તેઓ એકબીજાના પરિવાર સાથે હળીમળી રહ્યા છે. હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે સરથ કુમારના ઘરે પહોંચી હતી. ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાની સરથ કુમાર અને તેમની દીકરી વારાલક્ષ્મી સાથે તસવીરો સામે આવી છે. વારાલક્ષ્મીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.
તસવીરોમાં જાેઈ શકો છો કે, અભિષેક સોલ્ટ એન્ડ પૅપર (સફેદ-કાળી દાઢી)માં લૂકમાં હેન્ડસમ લાગી રહ્યો છે. જ્યારે ૪૭ વર્ષની ઐશ્વર્યા બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. ઐશ્વર્યાનો આ લૂક સિમ્પલ પણ આકર્ષક હતો. અભિષેક-ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બચ્ચન ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં ક્યૂટ લાગે છે. જાેકે, ધ્યાન જાેશો તો અંદાજ આવશે ૯ વર્ષની આરાધ્યાની હાઈટ ખૂબ વધી ગઈ છે.
આરાધ્યા મમ્મી કરતાં થોડા જ ઈંચ નીચી લાગે છે. આ તસવીરો શેર કરતાં વારાલક્ષ્મીએ લખ્યું, “ગત રાત્રે ૩ સૌથી ઉષ્માભર્યા અને વિનમ્ર વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ. ગોર્જિયસ ઐશ્વર્યા રાય બચ્ચન, હેન્ડસમ હંક અભિષેક બચ્ચન અને તેમની વહાલી દીકરી આરાધ્યા બચ્ચન. તેઓ નામાંકિત પરિવાર અને વંશના હોવા છતાં તેમની નમ્રતા અને હૂંફ અદ્ભૂત હતી. તેમના પ્રેમથી હું ભાવવિભોર થઈ ગઈ છું. તમે અમારા ત્યાં આવ્યા અને સમય વિતાવ્યો એ ખૂબ સરસ હતું. ઈશ્વર તમારા પરિવાર પર હંમેશા કૃપા કરે. થેન્ક્યૂ પપ્પા આ સાકાર કરવા માટે મને લાગે છે
પૂજા સરથ કુમાર હજી પણ આ આઘાતમાંથી બહાર નથી આવી. ઐશ્વર્યા અને સરથ કુમારે થોડા દિવસ પહેલા જ આગામી ફિલ્મ ‘પોન્નિયન સેલવન’નું પોસ્ટર શેર કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, ગત અઠવાડિયે આ ફિલ્મનું શૂટિંગ પુડુચેરીમાં શરૂ થયું છે. ઐશ્વર્યા પુડુચેરીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે ત્યારે અભિષેક અને આરાધ્યા પણ તેની સાથે સમય વિતાવવા ત્યાં ગયયા છે. અભિષેકના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ‘દસવી’ અને બોબ બિશ્વાસ જેવી ફિલ્મોમાં જાેવા મળશે.