Western Times News

Gujarati News

બિગ બોસ ૧૫માં અભિનેતા સલમાન ખાનની છૂટ્ટી કરાઈ

મુંબઈ: ટીવીના સૌથી મોટા રિયાલિટી શૉ બિગ બોસનું પહેલીવાર ઓટીટી પ્લેટફોર્મ પર પ્રીમિયર થશે. આ દરમિયાન સામે આવેલા રિપોર્ટ્‌સ મુજબ, શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા આ શૉને હોસ્ટ કરવાના હતા. એ પછી એવું સામે આવ્યુ કે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા નહીં પણ સલમાન ખાન જ આ શૉને હોસ્ટ કરશે. ત્યારે હવે સામે આવેલા નવા રિપોર્ટ્‌સે બિગ બોસના ફેન્સને ચોંકાવી દીધા છે. આ શૉને સલમાન ખાન નહીં, પરંતુ પહેલીવાર બોલિવૂડના પ્રસિદ્ધ પ્રોડ્યુસર અને ડિરેક્ટર કરણ જાેહર હોસ્ટ કરશે. એક વેબસાઈટના જણાવ્યા મુજબ, કરણ જાેહર પહેલીવાર આ શૉને હોસ્ટ કરતા નજરે પડશે.

વૂટે તાજેતરમાં જ બિગ બોસ ઓટીટી પ્રીમિયરની જાહેરાત કરી હતી. આ રિયાલિટી શૉના ફેન્સ શૉના પહેલાં છ ભાગને ચોવીસ કલાક વૂટ પર જાેઈ શકશે. બિગ બોસ-૧૫ની જાહેરાત બાદ ફેન્સ વચ્ચે અલગ જ ઉત્સાહ જાેવા મળ્યો હતો. ફેન્સ આ શૉ શરૂ થવાની ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યાં છે. વળી તાજેતરમાં જ મેકર્સે સલમાન ખઆન સાથેના શૉનો પ્રોમો પણ શેર કર્યો હતો.

આ શૉની ટેગલાઈન રાખવામાં આવી હતી, ‘બિગ બોસ ઓટીટી કે મજે લુક, પહેલી બાર સ્ટાર્ટિંગ ઓનલી ઓન વૂટ. બિગ બોસની નવી સિઝનની વાત કરતા સલમાન ખાને કહ્યું હતું કે, આ બહુ સારી વાત છે કે બિગ બોસની આ સિઝન ટીવીથી ૬ અઠવાડિયા પહેલાં બિગ બોસ ઓટીટી સાથે ડિજીટલ ફર્સ્‌ટ હશે. આ મંચ પર અનેક ચીજવસ્તુઓ જાેવા મળશે. જેમાં દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પણ ભાગ લેવો, વ્યસ્ત રહેવું, કામ સોંપવું અને આ સિવાય ઘણું બધું હશે. તમામ કન્ટેસ્ટન્ટને મારી સલાહ છે કે, એક્ટિવ રહે, મનોરંજક બને અને બીબી હાઉસમાં સારો વ્યવહાર કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.