આમિર ખાને કિરણ રાવ, દીકરા આઝાદ સાથે ટેનિસ ટુર્નામેન્ટ એન્જાેય કરી
મુબઇ: આમિર ખાને લગ્નનાં ૧૫ વર્ષ પછી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લેવાની જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જાેવાની વાત એ છે કે, ડિવોર્સ પછી પણ આમિર અને કિરણ શૂટિંગમાં સાથે સમય પસાર કરી રહ્યા છે. હાલ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ સેટ પરથી અમુક ફોટોઝ વાઈરલ થયા છે. તેમાં આમિર ટીમ અને પત્ની સાથે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ એન્જાેય કરી રહ્યો છે.આમિર ખાન હાલ લદ્દાખમાં અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અહીં તેની પૂર્વ પત્ની કિરણ રાવ અને દીકરો આઝાદ પણ સાથે છે.
સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, હાલમાં ફિલ્મનાં યુનિટે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. તેમાં આમિર ખાનથી લઈને ટીમ મેમ્બર્સ અને બાળકોએ પણ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન ઘણી કેઝ્યુઅલ અને રસપ્રદ હતી.ફોટોમાં આમિર ખાન દીકરા આઝાદને ચિયર કરી રહ્યો છે. તો બીજી તરફ કિરણ રાવ પર દીકરાની ગેમ એન્જાેય કરી રહી છે. અન્ય એક ફોટોમાં આમિર અને કિરણ સાથે ટેબલ ટેનિસની મજા માણી રહ્યા છે.આની પહેલાં આમિર-કિરણના અમુક વીડિયો વાઈરલ થયા હતા જેમાં એક્સ કપલે લદ્દાખનો ટ્રેડિશનલ આઉટફિટ પહેરીને લોકલ લોકો સાથે ફોક ડાંસ શીખી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ‘થ્રી ઈડિયટસ’ પછી એકવાર ફરીથી આમિર અને કરીના કપૂર ખાનની જાેડી દર્શકોને ‘લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ’માં જાેવા મળશે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની હિન્દી રીમેક છે, આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ રિલીઝ થશે.
મીડિયા સ્ટેટમેન્ટમાં બંનેએ લખ્યું હતું કે ‘આ ૧૫ વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું.