71 ટકા લોકોને ફોન કે કેમેરા ધરાવતા કનેક્ટેડ ઉપકરણોમાંથી ડેટા લીકનો ડર
સાયબર સુરક્ષા અને બાળકનાં હેલ્થકેર નિષ્ણાતોએ બાળકો માટે ડેટા પ્રાઇવેટ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, કારણ કે મહામારીમાં ઓનલાઇન કન્ટેન્ટની સુલભતા વધી છે-ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના અભ્યાસમાં ખુલાસો
મુંબઈ, જ્યારે ઓફિસો હાઇબ્રિડ વર્કિંગ મોડલ અપનાવીને તબક્કાવારી રીતે ખુલી રહી છે, ત્યારે શાળાઓ અને બાળકો માટેની અન્ય વધારાની પ્રવૃત્તિઓ વર્ચ્યુઅલી ચાલુ રહેશે. આ પ્રકારના સ્થિતિસંજોગોમાં માતાપિતાઓ તેમના કિશોર વયના બાળકોની સારસંભાળ રાખવા માટે સતત જોડાણ અને નજર રાખવા ઇચ્છે છે.
આ માટે તેમને હોમ સીક્યોરિટી સમાધાનો સુવિધાજનક વિકલ્પો પ્રદાન કરશે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સએ જાણકારી આપી છે કે, 71 ટકા ભારતીય માતાપિતાઓને તેમના ફોન કે કેમેરા ધરાવતા કનેક્ટેડ ઉપકરણોમાંથી ડેટા લીકેજનો ડર રહે છે.
અગ્રણી હોમ સીક્યોરિટી સોલ્યુશન બ્રાન્ડે તાજેતરમાં ભારતના સૌથી સુરક્ષિત હોમ કેમેરાની રેન્જ ‘સ્પોટલાઇટ’ પ્રસ્તુત કરી છે. ભારતમાં ડિઝાઇન થયેલી અને તૈયાર થયેલી આ નવી રેન્જ ભારતીયોને શ્રેષ્ઠ ડેટા સુરક્ષા ઓફર કરશે, જેથી તેઓ તેમના ઘર અને પર્સનલ ડેટાને પ્રાઇવેટ રાખી શકશે.
સર્વે 1500થી વધારે માતાપિતાઓ વચ્ચે થયો હતો, જેમાં ખુલાસો થયો હતો કે, ફક્ત 46 ટકા માતાપિતાઓ તેમના ઉપકરણો પર ઓનલાઇન ઓટીટી/સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ચાઇલ્ડ લોક્સ ધરાવે છે. જોકે સર્વેમાં પ્રાપ્ત થયેલી જાણકારી દર્શાવે છે કે, જ્યારે સ્માર્ટ ઉપકરણોમાં રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે ડેટા પ્રાઇવેસી માતાપિતાઓ માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. 78 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ હોમ કેમેરામાં મુખ્ય ખાસિયત તરીકે ડેટા પ્રાઇવસી ઇચ્છે છે.
વિશ્વ માતાપિતા દિવસની ઉજવણીના ઉપક્રમે ઓનલાઇન પેરેન્ટિંગ સમિટ સાથે જોડાણમાં ‘ડિજિટલ સીક્યોરિટી ફોર ચિલ્ડ્રન’ પર વેબિનારનું આયોજન થયું હતું, જેનું સંચાલન ઓનલાઇન પેરેન્ટિંગ સમિટના સહ-સ્થાપક સ્નેહા તાપડિયાએ કર્યું હતું, જેમાં પેનલિસ્ટ તરીકે સાયબર કાયદા અને સુરક્ષા નિષ્ણાત અને સાયબર સેફ ગર્લના લેખક ડો. અનંત પ્રભુ જી, ઇઝી પેરેન્ટિંગ હબના સ્થાપક રિદ્ધિ દેવરાહ, બાળ, કિશોર અને પારિવારિક સાઇકિયાટ્રિસ્ટ ડો. ઝીરક માર્કર અને ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના સુશાંત ભાર્ગવ સામેલ થયા હતા.
વેબિનારમાં ઉપયોગી સંવાદ થયો હતો, જેમાં પેનલિસ્ટોએ માતાપિતાઓ કેવી રીતે ઇન્ટરનેટ અને મોબાઇલ ઉપકરણો સાથે તેમનો સંબંધ મેનેજ કરી શકે છે તેમજ બાળકોના ઇન્ટરનેટ વપરાશનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એ વિશે ઉપયોગી વાત કરી હતી.
આ ચર્ચામાં એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, જ્યારે ઘરમાંથી કોઈ પણ ડેટા લીક ટાળવા હોમ સીક્યોરિટી કેમેરા જેવા નવા ઉપકરણો સ્થાપિત થાય છે, ત્યારે માતાપિતાઓએ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ.
આ લોંચ પર ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના વાઇસ-પ્રેસિડન્ટ મેહેરનોશ પીઠાવાલાએ કહ્યું હતું કે, “કનેક્ટેડ ઉપકરણો ભારતીય કુટુંબોમાં લોકપ્રિય થઈ રહ્યાં હોવાથી સીક્યોરિટી ઉલ્લંઘનની સંભવિત અસર પણ વધી રહી છે. આ માટે અમે ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સમાં હોમ કેમેરાની સ્પોટલાઇટ રેન્જ પ્રસ્તુત કરી છે,
જે તમારા ઘર પર સાયબર દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિની જાસૂસીની સંભાવનાનો ડર દૂર કરીને તમારા પ્રિયજનો સાથે સતત જોડાયેલા રાખવા ઉપયોગ કરવામાં સરળ હોય એવા અસરકારક સમાધાનો અને ક્ષમતા સુનિશ્ચિત કરે છે.
ઉપરાંત એડબલ્યુએસની અસરકારક ક્લાઉડ ટેકનોલોજી સાથે અમે ડેટા સીક્યોરિટી સાથે સંબંધિત સમસ્યાનું સમાધાન કરી શક્યાં છીએ.” કેમેરાની સ્પોટલાઇટ રેન્જ ભારતમાં એમેઝોન વેબ સર્વિસીસ (એડબલ્યુએસ) ક્લાઉડ સર્વર્સ પર ડેટા ટ્રાન્સફર કરે છે, જે તમારા હોમ કેમેરા તમને માનસિક શાંતિ આપશે, તમારા ઘર પર જાસૂસી નહીં કરે એવી સુનિશ્ચિતા કરશે.
ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે એના ગ્રાહકોને સ્માર્ટ અને સુરક્ષિત હોમ સોલ્યુશન્સ પ્રદાન કરવા ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક પગલાં લીધા છે. છેલ્લાં એક વર્ષમાં ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશને આરએન્ડડી અને ઇનોવેશન પર તેમના રોકાણમાં 100 ટકાનો વધારો કર્યો છે, જેથી ડેટા સીક્યોરિટી અને ભારતીય કુટુંબોમાં સીક્યોરિટી સોલ્યુશનોની પહોંચ વધારવા જેવા સેક્ટરમાં રહેલા ગેપને દૂર કરી શકાય.
બાળ, કિશોર અને પારિવારિક સાઇકિયાટ્રિસ્ટ ડો. ઝીરાક માર્કરે કહ્યું હતું કે, “આપણું ઘર આપણો સુવિધાજનક ઝોન છે, જેમાં આપણે આપણા માટે અંગત વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ દુનિયાથી અંગત જીવનની પ્રાઇવસી ઇચ્છે છે, ખાસ કરીને જો ઘરમાં તમારા બાળકો હોય તો.
જોકે જો આ પર્સનલ ડેટા લીક થઈ જાય, તો વ્યક્તિના મન કે પરિવારની શાંતિ ડહોળાઈ શકે છે. સામાન્ય રીતે વ્યક્તિની પ્રાઇવસી જોખમાતા એની માનસિક અસર થાય છે, જેમાં હતાશા, અનિદ્રા, ભોજન અને ઊંઘમાં મુશ્કેલી તથા સામાજિક ચિંતા સામેલ છે.
હોમ સીક્યોરિટી ઉપકરણઓ કે અન્ય કોઈ પણ સ્માર્ટ ઉપકરણો 100 ટકા સુરક્ષિત ન હોવાથી માતાપિતાઓએ તેમની પ્રાઇવસી સાથે સમાધાન ન કરવું જોઈએ. બાળકો પર ડેટા ઉલ્લંઘનની માનસિક અસર વિશે જાગૃતિ લાવવા આ વેબિનારમાં સામેલ થઈને આનંદ થયો છે – આ મુદ્દો હાલ એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં અતિ પ્રસ્તુત છે.”
સાયબર કાયદા અને સુરક્ષા નિષ્ણાત ડો. અનંત પ્રભુ જીએ કહ્યું હતું કે, “મહામારી દરમિયાન ડિજિટલ પ્રવૃત્તિઓ વધવાથી એટલા પ્રમાણમાં સાયબર અપરાધો અને ડેટા ઉલ્લંઘનમાં વધારો થયો છે. અત્યારે દરેકે આ સમસ્યાથી વાકેફ થવાની જરૂર છે, ખાસ કરીને બાળકોએ ડિજિટલ દુનિયાના જોખમોથી તથા ઇન્ટરનેટનો જવાબદારી સાથે ઉપયોગ કરવાની માર્ગદર્શિકાથી વાકેફ થવું જોઈએ.
માતાપિતાઓએ બાળકની પ્રવૃત્તિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે અને આ માટે ઘણી રીતો છે, જેમ કે તેમના ડિજિટલ ઉપકરણઓ પર પેરેન્ટલ કન્ટ્રોલને સક્ષમ બનાવવું. હું હોમ સીક્યોરિટી કેમેરાઓ સ્થાપિત કરવાની ભલામણ કરું છું, જેનાથી તમને તમારા બાળકો પર નજર રાખવાની સાથે કોણ ઘરમાં આવે છે એની જાણકારી મળશે. સાથે સાથે આ ડેટા પ્રાઇવેટ રહે એ પણ મહત્વપૂર્ણ છે.”
ઓનલાઇન પેરેન્ટિંગ સમિટના સહ-સ્થાપક સ્નેહા તાપડિયાએ કહ્યું હતું કે, “આ વેબિનારનો ઉદ્દેશ નવા યુગની વ્યવહારિક સમસ્યાઓ દ્વારા માતાપિતાની ભૂમિકાને નવેસરથી પરિભાષિત કરવાનો હતો. આ પ્લેટફોર્મ મારફતે અમે ઉદ્યોગના શ્રેષ્ઠ નિષ્ણાતો, શિક્ષાવિદો અને સાઇકોલોજિસ્ટોને એકમંચ પર લાવીને રોજિંદા પડકાર વિશે માતાપિતાઓને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે.
અત્યારે વધુને વધુ માતાપિતાઓ તેમના બાળકોની સલામતી માટે ટેકનોલોજી પર નિર્ભર થઈ રહ્યાં છે. જોકે ડેટા લીક અને ડેટાની ચોરી મોટી ચિંતાજનક બાબત છે. આ પહેલ માતાપિતાઓને ડિજિટલ સુરક્ષા સાથે સંબંધિત સમસ્યાઓ વિશે વાકેફ કરવાનું એક પગલું છે, જેથી તેઓ તેમના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા ઉચિત પગલાં લઈ શકે છે.”