પેગાસસ જાસુસી અને ખેડૂતોના મુદ્દા પર હંગામો : કાર્યવાહી સ્થગિત
નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર અત્યાર સુધી ખુબ હંગામેદાર રગ્યું છે સત્રના પહેલા અઠવાડીયમાં લોકસભા અને રાજયસભા બંન્ને ગૃહોમાં એક દિવસ પણ યોગ્ય રીતે કામકાજ થયું નથી આજે પણ બંન્ને ગૃહોમાં વિરોધ પક્ષોના સાંસદોએ ભારે હંગામો કર્યો હતો જેને કારણે લોકસભાની કાર્યવાહી બે ત્રણ વાર સ્થગિત કર્યા બાદ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી જયારે રાજયસભાની કાર્યવાહી પણ બેવાર મુલત્વી રહ્યાં બાદ સ્થગિત કરવામાં આવી હતી.
વિરોધ પક્ષોના સભ્યો પેગાસસ જાસુસી,કિસાન આંદોલન અને મીડિયા પર દરોડાને લઇ કેન્દ્ર સરકાર સામે ગૃહમાં વિરોધ કરી રહ્યાં છે આજે કાર્યવાહી શરૂ થતા જ વિરોધ પક્ષોએ સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતાં જેને કારણે ગૃહની કાર્યવાહી ચાલુ રાખવી સંભવ ન હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કિસાનોના સમર્થનમાં આજે ટ્રેકટર ચલાવી સંસદ પહોંચ્યા હતાં તેમણે કહ્યું હતું કે કિસાનોની અવાજ સરકારે સાંભવી જ પડશેકિસાનોને દબાવી શકાશે નહીંજાે કે આ પ્રદર્શનને કારણે અનેક કોંગ્રેસી નેતઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં. દરમિયાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફેકટર વિનિયમન સુધારા વિધેયક રજુ કર્યું હતું હંગામાને કારણે ધ્વનિમતથી તે પાસ થયું હતું. પ્રશ્નોતરી દરમિયાન પણ વિરોધ પક્ષોના સભ્યો હંગામો કરી રહ્યાં હતાં
પરંતુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહી આગળ ચલાવી હતી કેટલાક સભ્યોએ પુરક પ્રશ્નો પુછયા અને કેન્દ્રીય મંત્રી અને નાણં મંત્રીએ જવાબ પણ આપ્યા હતાં જાે કે અધ્યક્ષ સભ્યોને શાંત રહેવા માટે જણાવ્યું હતું પરંતુ સભ્યો શાંત થયા ન હતાં. કારગિલ વિજય દિવસ પ્રસંગે રાજયસભાના સભ્યોએ કારગિલ યુધ્ધના શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી જયરે લોકસભા અને રાજયસભાએ વેટલિફટર મીરાબાઇ ચાનુને ટોકયો ઓલિંપિકમાં સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન પવામાં આવ્યા હતાં. એ યાદ રહે કે સંસદના બંન્ને ગૃહોમાં હંગામાને કારણે કોઇ પ કામકાજ થઇ શકયુ નહીં વિરોધ પક્ષ જાસુસીકાંડની તપાસ ઇચ્છે છે.