સાઉથની અભિનેત્રી જયંતિનું ૭૬ વર્ષની જૈફ વયે નિધન થયું
બેંગ્લોર: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી જયંતિ નું નિધન થયું છે. અભિનેત્રી ૭૬ વર્ષના હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર ચાલી રહ્યા હતા અને સ્વાસ્થ્ય સંબધિત બિમારીઓના કારણે નાદુરસ્ત હતા, તેમણે સોમવારના રોજ બેંગ્લોરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. અભિનેત્રીની ફિલ્મની કારકિર્દીની વાત કરીએ તો તેમણે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત, એનટી રામારાવ અને એમજી રામચંદ્ર જેવા સ્ટાર્સની સાથે કામ કર્યુંહતું. તેઓ સાઉથ ઈન્ડસ્ટ્રીની એક માત્ર એવી અભિનેત્રી હતી કે જેમણે દિગ્ગજ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
તેમના નિધનથી સાઉથ ઈન્ડસ્ટ્રી શોકાતુર છે. ઘણા કલાકારોએ તેમના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો છે. એક અહેવાલ મુજબ જંયતીના પુત્ર કૃષ્ણ કુમારે જયંતિના નિધનની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે મારી માતા બિમારીથી બહાર આવી રહ્યા હતા, પરંતુ અચાનાક ગત રાત્રીના રોજ તેમણે અચનાક શ્વાસ છોડી દીધાને અને દુનિયાને અલવિદા કહીં દીધું.
તમણે જણાવી દઈએ કે જયંતિને ઈન્ડસ્ટ્રીમાં અભિનયની દેવી તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૬૩માં આવેલી ફિલ્મ જેનુ ગોડુથી કરી હતી. ત્યાર પછી તેઓ ૫૦૦થી વધુ ફિલ્મોમાં નજરે આવી હતી.
જંયતીનો અભિનયનો દાયરો માત્ર કન્નડ ઈન્ડસ્ટ્રી સુધી સિમિત નહોતો. તેમણે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે તેમની સૌથી અસરદાર ફિલ્મોની લિસ્ટ તો ઘણી લાંબી છે. જેમાં ઘણી બધી ફિલ્મો સુપરહીટ રહી છે. જેમાં સ્વાતિ, કિરાનમ, કોંડાવેટી સિંઘમ, જસ્ટિસ ચૌધરી અને પેડરાયુડુ જેવી ફિલ્મો પણ શામેલ છે.તમને એ જાણીને આર્શ્ચર્ય થશે કે જંયતિ એક માત્ર એવી અભિનેત્રી છે કે જેમને કર્ણાટકા સ્ટેટ ફિલ્મ એવોર્ડ સાત વખત જીત્યો છો. આ સિવાય તેમણે બે વખત ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો છે. અને ઘણા એવોર્ડ સારા અભિનયના રૂપે જીતી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે જયંતિ લોકડાઉનમાં હમ્પીમાં અટકી ગઈ હતી. ત્યાં તેઓ પોતાના ફેન્સની સાથે વર્ચઅલ વાતચીત કરીને સમય પસાર કર્યો હતો.