યોગી આદિત્યથાનની વિરૂધ્ધ હત્યાની તપાસ શરૂ કરી તો બદલી થઇ

લખનૌ: પૂર્વ નિવૃત આઇપીએસ અમિતાભ ઠાકુરે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે.તેમણે પોતાના ટ્વીટ દ્વારા મુખ્યમંત્રી યોગી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે પોતાના સત્તાવાર ટિ્વટર હૈંડલથી ટ્વીટ કરતા લખ્યું છે કે યોગી આદિત્યનાથ મારાથી એમ જ નારાજ નથી ૨૦૦૭માં તેમના રૂદન કાંડના સમયે એસપી મહારાજગંજનો એસપી હતાં જયારે મેં શાસનના આદેશથી તેમની વિરૂધ્ધ પચરૂખિયા હત્યા કેસમાં તપાસ શરૂ કરી હતી જેમાં તેમની વિરૂધ્ધ યોગ્ય પ્રમાણ હતાં પરંતુ મારા બદલી થતા જ તપાસ બંધ થઇ
અમિતાભ ઠાકુરે આ ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે એક ટ્વીટર હૈડલે ટીપ્પણી કરી કે તમે સિસ્ટમના દબાણમાં કેટલા મજબુરોને ન્યાય અપાવ્યો નહીં હોય ધિક્કાર છે તમારા પર.તમે તે સમયે ન્યાય કરી શકયા નહીં અને આજે અહીં પોતાના અને યોગીના ૩૬નો આંકડો બતાવી રાજનીતિમાં ઘુસવાનો સફળ પ્રયાસ કરી રહ્યાં છે આજે તમારાથી આશા તુટી ગઇ તમે રાજનીતિમાં આવી કંઇ કરી શકશો નહીં
અન્ય યુઝર્સે ટીપ્પણી કરી કે પ્રયાસ કરતા રહો કદાચ સપાથી ટિકિટ મળી જશે જયારે એક યુઝર્સે લખ્યું કે સમગ્ર હકીકત સપા સરકારમાં મલાઇ ખાતા હતાં ત્યારે કેમ બતાવી નહીં અને હવે મળી રહી નથી તો તમે ક્રાંતિકારી અધિકારી બની રહ્યાં છો.
એ યાદ રહે કે અમિતાભ ઠાકુરે ઉત્તર પ્રદેશ શાસનના અપર મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીના આદેશ અનુસાર ગૃહ મંત્રાલય ભાર સરકારના ૧૭ માર્ચના આદેશ દ્વારા તેમને લોકહિતમાં સેવામાં બનાવી રાખવાના યોગ્ય ન જણાતા તાકિદના પ્રભાવથી સેવા પૂર્ણ થવા પહેલા સેવાનિવૃત કરી દેવામાં આવ્યા હતં.
તાજેતરમાં જ અમિતાભ ઠાકુર અને તેમની પત્ની ડો નૂતન ઠાકુરે એસપી બારાબંકી કાર્યાલયના કર્મચારીઓ પર આરોપ લગાવતા વડાપ્રધાનને પત્ર મોકલ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે એસપી કાર્યાલયમાં તહેનાત દરોગા અને સિપાહી પોલીસ સ્ટેશન પર કર્મચાીઓની તહેનાતીના નામ પર ખુલ્લેઆમ લાંચ લઇ રહ્યાં છે.