મમતા બેનર્જી પૈસાની ભીખ માંગવા માટે વડા પ્રધાનને મળવા માંગે છેઃ દિલીપ ઘોષ
કોલકતા, પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સંસાધનોનો દુરુપયોગ કર્યો છે અને હવે તેઓ હાથ જાેડીને પૈસાની ભીખ માંગવા માટે વડા પ્રધાનને મળવા માંગે છે. તેમની ટિપ્પણીએ રાજ્યની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસની આકરી પ્રતિક્રિયાઓ ઉઠાવતા કહ્યું હતું કે ઘોષને પહેલા “સંઘીય પ્રણાલીને સમજી લેવી જાેઈએ, જેના હેઠળ રાજ્યના વડા હંમેશા વડા પ્રધાનને મળી શકે છે.
ઘોષે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ રાજ્યના તિજાેરીમાંથી પૈસા નિકાળ્યા અને હવે તેને ખાલી કરી દીધા છે.
મમતા બેનર્જીની દિલ્હીની સંભવિત મુલાકાત વિશે પૂછતાં ભાજપ નેતાએ કહ્યું હતું કે, મમતાએ કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલા ભંડોળનો દુરૂપયોગ કર્યો છે અને હવે તે રાજકીય નાદાર છે,
કારણ કે હાથ જાેડીને પૈસા માંગવા માટે વડા પ્રધાનને મળવા માંગે છે.જાે કે તેમના ઘોષે કહ્યું કે મમતા બેનર્જી સરકાર દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે પશ્ચિમ બંગાળ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “દીદીને ખ્યાલ આવી ગયો છે કે રાજ્યની કથળી રહેલી આર્થિક સ્થિતિ અને તૃણમૂલ કોંગ્રેસમાં વધી રહેલી જૂથવાદના કારણે તેઓ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી સુધી રાજ્ય ચલાવી શકશે નહીં.
નોંધનીય છે કે મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યું હતું કે વડા પ્રધાને જુલાઈના અંતિમ સપ્તાહમાં તેમની દિલ્હી મુલાકાતનો સમય આપ્યો છે પરતું તેમણે આ બેઠકની તારીખ આપી નથી..
આ નિવેદનની ટીએમસી નેતાઓએ ટીકા કરી છે.તેમનું કહેવું છે કે ભાજપ રાજયમાં થયેલી હારથી હતાશ થઇ ગઇ છે અને તેમના નેતાઓએ રાજયની ચુંટણીઓમા તમામ પ્રયાસો કર્યા આમ છતાં સફળતા મળી નહીં એટલે બિન જવાબદારીપૂર્ણ નિવેદનો કરી રહ્યાં છે આ તેમની હતાશા સિવાય બીજુ કાઇ નથી