ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભક્તોની ભીડ બેકાબુ થઈ
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. આ ભીડની સામે થોડો સમય માટે વ્યવસ્થા પણ ડગી ગઈ હતી. મંદિરના ગેટ નંબર ચાર ઉપર પ્રવેશ દરમિયાન ધક્કામુક્કી થઈ ગઈ હતી. આ ધક્કામુક્કીમાં બેરિકેડ નીચે ડી ગયા હતા. અને અનેક બાળકો અને મહિલાઓ નીચે પડી ગઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મહાકાલ મંદિરમાં ગેટ નંબર ૪ ઉપર પ્રવેશ દરમિયાન ધક્કા મુક્કી મચી ગઈ હતી.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ભક્તોની ભારે ભીડમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધારે છે. ભીડ વધવાના કારણે ધક્કા મુક્કી થવા લાગી હતી. અહીં કોઈ સોશિયલ ડિસન્ટન્સ નહીં અને કોરોના પ્રોટોકોલ ફોલો થતાં દેખાતનું નથી લોકોની ભીડમાં મંદિરમાં પ્રવેશ માટે બેરિકેડ ટૂટી ગયા હતા. ભીડમાં ઊભેલી મહિલાઓ અને બાળકો નીચે પડી ગયા હતા. તેમના ઉપર લોકો ચઢવા લાગ્યા હતા. પરંતુ મંદિર અને પ્રવેશ દ્વાર ઉપર તૈનાત સતર્ક ગાર્ડે તરત જ વ્યવસ્થાને સંભાળી લીધી હતી. અને મોટી અનહોની થતાં બચી ગઈ હતી.
આજથી ઠીક ૨૫ વર્ષ પહેલા મહાકાલ મંદિરમાં મોટી દુર્ઘટના ઘટી હતી. ૨૬ જુલાઈ ૧૯૯૬ની સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ૩૫થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. એ મહાકાલ મંદિરની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના હતી. આજે સમય રહેતા લોકોના જીવ બચાવી લીધા નહીં તો મોટી દુર્ઘટના ઘટી શકે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે
બાબા મહાકાલ ભક્તોના હાલચાલ પૂછવા માટે નગર ભ્રમણ ઉપર નીકળ્યા છે. પરંરપરા અનુસાર બાબની સવારી નીકળી હતી. પરંતુ કોરોનાના કારણે આ વખતે ભક્તોનો સમાવેશ થવાની મંજૂરી આપી ન્હોતી. અને આ વખતે મહાકાલની સવારીનો માર્ગ પણ ટૂંકાવી દીધો હતો. મહાકાલેશ્વર મંદિરમાં ભક્તો આજે સવારથી જ બાબાના દર્શન માટે લાઈનમાં લાગ્યા હતા. કોરોના કાળમાં ભસ્મ શયન આરતીમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.