દીપિકા હાઈ ઓક્ટેન એક્શન સીન્સ હાલ શૂટ કરી રહી છે
મુંબઈ: દીપિકા પાદુકોણ તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’માં બિલકુલ અલગ જ અંદાજમાં જાેવા મળશે. હોલીવૂડ ફિલ્મ ઠઠઠમાં સ્ટંટ પરફોર્મ કર્યા પછી હવે તે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મમાં કિક અને પંચ મારતી નજરે પડશે. એક્ટ્રેસના નજીકના સૂત્રએ જણાવ્યું કે, દીપિકા હાલ ‘પઠાન’ માટે હાઈ ઓક્ટેન એક્શન સીન્સ શૂટ કરી રહી છે. શૂટિંગ મુંબઈમાં જ ચાલી રહ્યું છે અને દીપિકાએ તેના માટે જાેરદાર તૈયારીઓ કરી છે.
દીપિકા ‘પઠાન’નું પહેલું શેડ્યૂલ રેપ કરી ચૂકી છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં લાંબા સમય પછી કિંગ ખાનની મોટા પરદે એન્ટ્રી થવા જઈ રહી છે. શાહરૂખ છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ઝીરોમાં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે નજરે પડ્યો ગતો. વાત કરીએ ‘પઠાન’ની તો તેમાં શાહરૂખ ખાન લીડ રોલમાં છે તો જાેન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જાેવા મળશે. સલમાન ખાન પહેલાં જ ‘પઠાન’ માટે કેમિયો શૂટ કરી ચૂક્યો છે.
પઠાન સિવાય દીપિકાએ શકુન બત્રાની અનટાઈટલ્ટ ફિલ્મનું પહેલું શેડ્યૂલ પૂરી કરી લીધું છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે જેવા એક્ટર્સ પણ મુખ્ય ભૂમિકા ભજવતા જાેવા મળશે. એટલું જ નહીં દીપિકાએ તાજેતરમાં જ નાગ અશ્વિનની ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું છે. જેમાં તે પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.