ઉર્વશી રૌતેલા લેંબોર્ગિની કારમાં બેસીને ભરાઈ ગઈ
મુંબઈ: ઉર્વશી રૌતેલા બોલીવૂડની ફેશનેબલ અને સ્ટાઈલીશ અભિનેત્રીઓમાંની એક છે. તે તેના ગ્લેમરસ લૂકના અને ડિઝાઈનર આઉટફિટથી ફેન્સને ખૂબ જ આકર્ષિત કરે છે. તે અનેક ઈન્ટરનેશલ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ ફોલોઈંગની યાદી પણ ખૂબ જ લાંબી છે. ત્યારે હાલ ઉર્વશીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જેમાં તે લેંબોર્ગિની કારમાં બેસેલી નજરે પડે છે, પરંતુ તેની હાઈટ તેના માટે માથાનો દુઃખાવો બની ગયો. ઉર્વશી રૌતેલાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે એક શાનદાર લેંબોર્ગિની કારમાં બેસેલી નજરે પડે છે અને નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહી છે.
પરંતુ પોતાની હાઈટ વધારે હોવાથી તે નીચે ઉતરી શકતી નથી. થોડી મુશ્કેલીઓ પછી તે કારમાંથી નીચે ઉતરી શકે છે. આ તસવીરોમાં તેની સ્ટાઈલ ખૂબ જ જબરદસ્ત લાગી રહી છે. ઉર્વશી રૌતેલએ આ તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ વર્સીસ વાસ્તવિકતા. લાંબી યુવતીઓની સમસ્યાઓ.
હું મારી બીએઈ લેંબોમાં આવી રહી છું. મારી પહેલી તમિલ મોટા બજેટની ફિલ્મની યાત્રાની શરૂઆત. ચેન્નઈમાં બીજાે ક્રાયક્રમ. ઉર્વશીની આ તસવીરો પર તેના ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યાં છે. ઉર્વશી રૌતેલા છેલ્લે મોહમદ રમાદાની સાથે વર્સાચે બેબી મ્યૂઝિક વિડીયોમાં નજરે પડી હતી. હવે તે જીઓ સ્ટુડિયોની વેબ સિરીઝ ઈન્સપેક્ટર અવિનાશમાં રણદીપ હુડ્ડા સાથે નજરે પડશે. સાથે જ તે તેનું તમિલ ડેબ્યૂ પણ કરવા જઈ રહી છે. જે એક મોટા બજેટની ફિલ્મ છે. જેમાં ઉર્વશી એક આઈઆઈટીએન અને માઈક્રોબાયોલોજીસ્ટના રોલમાં જાેવા મળશે. આ સિવાય તે થ્રિલર બ્લેક રોજ અને થિરૂતુ પાયલે-૨ના હિન્દી રિમેકમાં પણ જાેવા મળશે.