Western Times News

Gujarati News

શર્લિન ચોપરાએ પૂછપરછ પહેલા ખખડાવ્યો કોર્ટનો દરવાજાે

મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં ખરાબ રીતે ફસાયેલો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ધીમે ધીમે વધી રહી છે. એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રાજ કુંદ્રાની ઓફિસમાંથી એક ગુપ્ત કબાટ મળી આવ્યો હતો. જેમાંથી એવા ઘણાં કાગળો સામે આવ્યા છે જેનો ઉપયોગ આ કેસમાં રાજ કુંદ્રા વિરુદ્ધ થઈ શકે છે. આ સિવાય અભિનેત્રી શર્લિન ચોપરાને પણ સમન મોકલવામાં આવ્યું છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ તેની પણ પૂછપરછ કરવા જઇ રહી છે. જાેકે, પુછપરછ કરતા પહેલા શર્લિન ચોપરાએ બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. શર્લિન ચોપરાએ બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.

એક ખાનગી માધ્યમના જણાવ્યા અનુસાર, શર્લિન ચોપરાએ મુંબઇ ક્રાઈમ બ્રાંચને જણાવ્યું છે કે, તે પ્રોપર્ટી સેલમાં પોતાનું નિવેદન નોંધાવતા પહેલા કોર્ટનો સંપર્ક કરશે. શર્લિનને તેની અરજી કોર્ટમાં આપી છે. આપને જણાવી દઈએ કે શર્લિનને મંગળવારે સવારે ૧૧ વાગ્યે તેના નિવેદનની નોંધણી માટે પોલીસે બોલાવી છે. શર્લિનની આગોતરા જામીન અરજી દાખલ કરવાના પગલા બતાવે છે કે કદાચ અભિનેત્રી તેની ધરપકડ થવાનો ભય રાખે છે.

બીજી તરફ, ક્રાઇમ બ્રાંચ તપાસમાં નજીકથી સંકળાયેલી છે. જેમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે.જ્યારે આ
કેસ પહેલીવાર લોકો સમક્ષ આવ્યો ત્યારે રાજ કુંદ્રા માત્ર સજાગ બન્યો હતો. આ જ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૧ માં અશ્લીલતાના મામલામાં રાજ કુંદ્રાનું નામ પહેલીવાર સામે આવ્યું. પોલીસનું કહેવું છે કે, જ્યારે અશ્લીલ રેકેટનો પર્દાફાશ થયો હતો, ત્યારે રાજ કુંદ્રાએ જુનો ફોન બદલીને એક નવો લીધો હતો.

આ પહેલા રવિવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે પૂછપરછ માટે અભિનેત્રી અને મોડેલ ગહેના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને બોલાવ્યા હતા. શુક્રવારે રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા ૬ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પોર્નોગ્રાફી કેસમાં મુખ્ય આરોપી રાજ કુંદ્રાને અદાલતે ૨૭ જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. દરરોજ આ બાબતમાં અનેક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસની લિંક માત્ર મુંબઈ જ નહિ કાનપુરથી પણ જાેડાયેલી છે જેની તપાસ હાલ ચાલી રહી છે.

અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં અભિનેત્રી ગહેના વશિષ્ઠાનું નામ પણ સામે આવ્યું છે. જ્યાં તે રવિવારે કોર્ટમાં હાજર થવાની હતી પરંતુ તે હાજર થઈ ન હતી. તે જ સમયે ગહેનાએ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, પૂનમ પાંડે અને શર્લિન ચોપરા છેલ્લા ઘણા સમયથી નગ્ન વીડિયોમાં કામ કરી રહ્યા છે. કોઈએ તેમને આ કામમાં આગળ ધકેલી નથી. તે આ કામ પહેલાથી જ કરી રહી છે.જેના કારણે તેના તમામ આક્ષેપો ખોટા છે. હકીકતમાં શર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો છે કે, શિલ્પા શેટ્ટીના પતિ, ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ તેને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.