પોર્નોગ્રાફી કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રાની ૧૪ દિવસની પોલીસ કસ્ટડી કોર્ટે વધારી દીધી
મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં અટકાયત હેઠળ બિઝનેસમેન રાજ કુન્દ્રાની વધુ ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે. તેને વધુ ૧૪ દિવસ જેલમાં વિતાવવા પડશે. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મોનાં નિર્માણ અને મોબાઇલ એપ દ્વારા તેને પ્રકાશિત કરાવાનો આરોપ છે. રાજ કુન્દ્રાને ૨૭ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આજે મંગળવારનાં રાજ કુન્દ્રાને કિલા કોર્ટ લઇ જવામાં આવ્યો છે. રાજને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.રાજ કુન્દ્રાની પોલીસે ૧૯ જુલાઇનાં ૨ કલાક પૂછપરછ બાદ અરેસ્ટ કરી લીધો હતો.
રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને એપ્સ દ્વારા રિલીઝ કરવાનો આરોપ છે. પોલીસ મુજબ, રાજ આ કેસનો મુખ્ય આરોપી છે. રાજ ઉપરાંત ઘણાં લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે. જે બાદ રાજની આજે કોર્ટમાં પેશી થઇ જેમાં તેની ૨૭ જુલાઇ સુધી પોલીસ કસ્ટડી માટે મોકલવામાં આવ્યો હતો. હવે આજે આ કેસમાં રાજની વધુ ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડી વધી છે.
રાજ કુંદ્રાને કોર્ટે ૧૪ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સોફ્ટ પોર્ન કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોર્નોગ્રાફીમાંથી રાજ કુંદ્રાને કેટલી કમાણી થતી હતી, તેનો ઘટસ્ફોટ થયો છે. રાજ કુંદ્રાએ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન બનાવ્યું હતું અને તેમાં આગામી ૩ વર્ષમાં કેટલી કમાણી થશે, તેનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જાે બધું જ પ્લાનિંગ પ્રમાણે થયું હોત તો આગામી ત્રણ વર્ષમાં ગ્રોસ રેવન્યૂ ૧૪૬ કરોડ રૂપિયા સુધી પહોંચી જાત. અહેવાલ પ્રમાણે, મુંબઈ ક્રાઇમ બ્રાંચની પાસે પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન છે, જેમાં આગામી ત્રણ વર્ષો (૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪)માં પ્લાન બી એટલે કે બોલીફેમ એપમાંથી થનારી કમાણી અંગે અંદાજાે લગાવવામાં આવ્યો હતો.
આ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનના હિસાબે રાજ કુંદ્રાને બીજી એપ બોલીફેમમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૬,૫૦,૦૦,૦૦૦ (૩૬ કરોડ ૫૦ લાખ)ની ગ્રોસ આવક થવાની હતી, જેમાં ૪ કરોડ ૭૬ લાખ ૮૫ હજાર નેટ પ્રોફિટ હતો.
વર્ષ ૨૦૨૨-૨૩ માટે ગ્રોસ રેવન્યૂનો ટાર્ગેટ ૭૩,૦૦,૦૦,૦૦૦ હતો, જેમાં નેટ પ્રોફિટ ૪ કરોડ ૭૬ લાખ ૮૫ હજાર સામેલ હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં આ આંકડો અનેક ગણો વધી જાય છે. આ વર્ષે ગ્રોસ રેવન્યૂ ૧,૪૬,૦૦૦,૦૦૦ (૧ અબજ ૪૬ કરોડ રૂપિયા)નું પ્રોજેક્શન હતું, જેમાં નેટ પ્રોફિટ ૩૦,૪૨,૦૧,૪૦૦ (૩૦ કરોડ, ૪૨ લાખ, ૧૪૦૦ રૂપિયા) સામેલ હતો.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના મતે, દસ્તાવેજાેમાં ૨ પાનાં સામેલ છે, જેમાં બીજા પેજમાં બોલીફેમ સાથે જાેડાયેલે પ્રોજેક્ટેડ રેવન્યૂ તથા ખર્ચાઓ ભારતીય રૂપિયામાં નહીં, પરંતુ પાઉન્ડમાં બતાવવામાં આવ્યા છે. ખર્ચની વાત કરીએ તો પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનની બીજી સ્લાઇડમાં ૨૦૨૧-૨૨માં ૩ લાખ પાઉન્ડ (અંદાજે ૩ કરોડ રૂપિયા), વર્ષ ૨૦૨૨-૨૩માં ૩ લાખ ૬૦ હજાર પાઉન્ડ (અંદાજે ૩.૬ કરોડ રૂપિયા), વર્ષ ૨૦૨૩-૨૪માં ૪ લાખ ૩૨ હજાર પાઉન્ડ (અંદાજે ૪.૩ કરોડ રૂપિયા) બતાવવામાં આવ્યા છે.
આ દસ્તાવેજ મુંબઈ ક્રાઇમ બ્રાંચને ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રાના પૂર્વ પીએ ઉમેશ કામતની ધરપકડ બાદ મળ્યા હતા. આ દસ્તાવેજાેમાં મળેલી કેટલીક માહિતી હજી સુધી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની સામે સ્પષ્ટ થઈ નથી. હવે અધિકારીઓ રાજ કુંદ્રાની પૂછપરછ, તેના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે જાેડાયેલા કર્મચારીઓની પૂછપરછ કરીને આ માહિતી અંગે સ્પષ્ટતા મેળવશે. આ ઉપરાંત રાજના વિવિધ અકાઉન્ટ્સ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે.સૂત્રોના મતે, પોર્નોગ્રાફી કેસમાં ફેબ્રુઆરીમાં જ્યારે ૯ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે રાજ કુંદ્રાએ માર્ચ મહિનામાં પોતાનો ફોન બદલી નાખ્યો હતો.
આ કારણે કોઈ ડેટા રિકવર કરી ના શકે. જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજને જૂના ફોન અંગે સવાલ કર્યો તો તેણે એવું કહ્યું હતું કે તેણે ફોન ફેંકી દીધો હતો. પોલીસ માની રહી છે કે જૂના ફોનમાં અનેક મહત્ત્વની માહિતી હોઈ શકતી હતી.હવે એવી જાણકારી પણ સામે આવી છે કે, ફેબ્રૂઆરી મહિનામાં પોલીસે જ્યારે પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો ભાંડો ફોડ્યો હતો તે પછી રાજ કુન્દ્રાએ પ્લાન બી તૈયાર કરી લીધો હતો. દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી હોટ શોટ બેનર હેઠળ ૧૨૦ એડલ્ટ મૂવી રિકવર કરી છે. દરમિયાન રાજ કુન્દ્રાએ પ્લાન બીના ભાગરૂપે નવી એપ લોન્ચ કરીને તેના પર નવું કન્ટેન્ડ અપલોડ કરવા માટે કામ શરૂ કરી દીધું હતું. પોર્ન ફિલ્મોમાંથી સારી એવી કમાણી થઈ રહી હોવાથી રાજ કુન્દ્રાની ઈચ્છા હતી કે, આ કામ ચાલુ રહે.
દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની ઓફિસે દરોડો પાડ્યો ત્યાં સુધીમાં ઘણો ડેટા ડિલિટ થઈ ગયો હતો. જે પાછો મેળવવા માટે પોલીસ ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈ રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં આ ઓફિસમાંથી ૧૨૦ એડલ્ડ મૂવી રિકવર કરી છે. ડેટા રાજ કુન્દ્રાએ અથવા તેના સાથીદાર રાયને ડિલિટ કર્યો હોવાની શંકા છે.દરમિયાન રાજ કુન્દ્રાને પોલીસ ધરપકડ કરશે તેવી આશંકા તો હતી જ અને માર્ચ મહિનામાં તેણે પોતાનો ફોન બદલી નાંખ્યો હતો.