શિલ્પાએ રાજને પોલીસની સામે જ તતડાવી નાખ્યો હતો
મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી સાથેના તેના સંબંધોમાં તણાવ જાેવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે મુંબઈ પોલીસ જ્યારે તપાસ માટે રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી ત્યારે શિલ્પા શેટ્ટી બધાની સામ વિફરી હતી, આટલું જ નહીં રડવા પણ લાગી હતી. રાજ કુંદ્રાને ઘરમાં પ્રવેશેલો જાેઈને શિલ્પા શેટ્ટીએ સૌથી પહેલો સવાલ તેને તે કર્યો હતો કે, ‘આપણી પાસે બધુ છે,
તારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી’. રાજ કુંદ્રાની ધરપકડ થતાં શિલ્પા શેટ્ટી પણ કપરી સ્થિતિમાં મૂકાઈ છે. રોજ તેને અઢળક સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઘર બહાર નીકળવાનું પણ ટાળી રહી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે પોલીસ રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી. ટીમે તેના ઘરમાં શોધખોળ કરતી હતી અને શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધ્યું હતું.
અશ્લીલ ફિલ્મો બનાવવાના કાંડમાં પતિનું નામ આવતાં દુઃખી શિલ્પા રાજ કુંદ્રાની સામે જ રડી પડી હતી અને કહ્યું હતું કે, ‘ઉપરવાળાએ બધું આપ્યું છે તો એવી શું જરૂર હતી, કે આ બધું કરવું પડ્યું? તેનાથી પરિવારનું નામ પણ ખરાબ થયું અને મારે પણ ઘણા પ્રોજેક્ટ છોડવા પડ્યા. ૪૫ વર્ષના રાજ કુંદ્રાની ૧૯ જુલાઈએ અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર રિલીઝ કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી. તે આ રેકેટમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે ખતમ થતાં આજે તેને કોર્ટમાં હાજર કરાયો હતો. જે બાદ ફરીથી તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. આ સિવાય તેની જામીન અરજી પર કાલે સુનાવણી થવાની છે. રાજ કુંદ્રાની વિઆન ઈન્ડસ્ટ્રીમાંથી શિલ્પા શેટ્ટીએ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું.
આ રાજીનામું તેણે કેમ આપ્યું હતું તેની તપાસ થઈ રહી છે. આ સિવાય એક્ટ્રેસના નાણાકીય દસ્તાવેજાેનું ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, કેસમાં શિલ્પા શેટ્ટીની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેની બે વખત પૂછપરછ કરવામાં આવી હતી- એકવાર પોલીસ સ્ટેશનમાં અને બીજીવાર શુક્રવારે તેના ઘરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અશ્લીલ ફિલ્મો બનાવવામાં પતિના હાથ અંગે એક્ટ્રેસને જાણ હતી કે નહીં તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.