Western Times News

Gujarati News

પેટલાદમાં નાની મૂર્તિઓનું જળાશયને બદલે ટબમાં વિસર્જન

પેટલાદ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન ની અનોખી પહેલ- મોટી મૂર્તિઓનું અટલ ઉપવનમાં સુશોભન અને સમર્પણ

આલેખન – અમિતસિંહ ચૌહાણ, વિધ્નહર્તા ભગવાન ગણેશજીના ગણેશોત્સવની ઉજવણી દેશભરમાં  ઠેર-ઠેર થતી જોવા મળે છે. ગણેશજીને વિધ્નહર્તા માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગણેશજીની પુજાને અગ્રસ્થાન આપવામાં આવ્યુ છે. આવી જ આસ્થાથી દેશભરમાં પરિવારજનો જાહેરમાં તેમજ સમુહ મંડળ દ્વારા ગણેશજીની મુર્તિ એક થી દસ દિવસ સુધી સ્થાપના કરતા હોય છે  અને તેની ઉજવણી વિવિધ પ્રકારે કરતા હોય છે.

જ્યા સર્જન છે ત્યા વિસર્જન પણ છે અને આગમન સાથે વિદાય પણ હોય છે. સગુણ સાકારને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન. પવિત્ર ગણેશજીની પ્રતિમાં નું વિસર્જન પવિત્ર રીતે થાય તે ખુબ જરૂરી છે કારણ કે આ ફક્ત પ્રતિમા કે મુર્તિ જ નથી પરંતુ લોકોની આસ્થા અને શ્રધ્ધા સાથેના જીવતા ભગવાન જ છે.

આ વિચારધારાને  કેન્દ્ર સ્થાને રાખીને પેટલાદ નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે તેઓએ ગણેશજીની મુર્તિનું જળાશયમાં વિસર્જન કરવાને બદલે ટબમાં વિસર્જન કરવાની વ્યવ્સથા ગોઠવી હતી. લોકો સ્વયંભુ તેમાં ઉત્સાહભેર પોતાની નૈતિક ફરજ સમજીને જોડાયા અને પર્યાવરણ પ્રત્યેની પોતાની મુળભુત ફરજને સજાગ કરીને તેઓએ આજે ગણેશજીની નાની મુર્તિઓનું ટબમાં વિસર્જન કર્યુ હતુ.

મોટી મુર્તિઓ માટે પેટલાદ નગર પાલિકાના અટલ ઉપવનમાં તેને સુશોભન અર્થે મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યા લોકોએ પોતાની આસ્થાને આ ઉપવનમાં સુશોભન અર્થે સમર્પણ કરી હતી.

પેટલાદ નગરપાલિકા દ્વારા પેટલાદ શહેરમાં ૨૦૧૬ થી POP ની બનેલી મુર્તિઓના બદલે માટીની (ઇકોફ્રેન્ડલી) મુર્તિઓ ઉપયોગમાં લેવા માટેની મુહિમ ચલાવવામાં આવતી હતી. તેમજ વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોમાં માટીની બનેલી મુર્તિઓના ઉપયોગ પ્રત્યે જાગૃતિ કેળવવામાં આવી હતી તેમજ તેઓને અપીલ કરવામાં આવી હતી. આ વર્ષે સખત કાર્યવાહી કરીને પેટલાદ શહેરમાં મોટા ભાગે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થાય તે દિશામાં તંત્ર દ્વારા સખત કાર્યવાહી  કરવામાં આવી હતી. શહેરમાં ઠેર-ઠેર POPની બનેલી મૂર્તિના ઉપયોગ બંધ કરવા માટેના બેનરો લગાવવામાં આવ્યા હતા જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે મોટી સંખ્યામાં ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

જ્યારે બીજી બાજુ અમુક POPની બનેલી મુર્તિઓ હતી તેનું પેટલાદ નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકો દ્વારા આ મુર્તિ વિસર્જન ની વિધી કર્યા બાદ વિધિવત રીતે પેટલાદ નગરપાલિકાને સોંપવા માટે બાંહેધરી લેવામાં આવી હતી અને લોકો પણ તેમાં સહભાગી બન્યા અને POP ની બનેલી મુર્તિની વિસર્જનની વિધી કર્યા બાદ તેઓએ આ મુર્તિઓ પેટલાદ નગરપાલિકાને સોંપી હતી. નગરપાલિકા દ્વારા આ મૂર્તિઓને સ્વચ્છ ભારત અને સુંદર ભારત અભિયાન ના ભાગરૂપે નગરસુશોભન માટે બાગ- બગીચા તેમજ અન્ય સ્થળે મુકવામાં આવનાર છે. તેમજ અન્ય મુર્તિઓ પેટલાદ નગરપાલિકા દ્વારા કારીગરોને રિસાયકલીંગ માટે આપી દેવામાં આવશે. જે કારીગરો દ્વારા આ મૂર્તિઓને રિસાયકલ કરીને અન્ય ઉપયોગમાં લેવામાં આવશે.

આ વર્ષે પેટલાદ શહેરના પરંપરાગત રામનાથ કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાને બદલે પેટલાદ નગરપાલિકા દ્વારા ઉભા કરવામાં આવેલ આર્ટિફિશયલ નારાયમ કુંડમાં લોકોએ વિસર્જન કર્યુ હતુ.

આમ પેટલાદ નગરવાસિઓ દ્વારા ખરા અર્થમાં પોતાની શ્રધ્ધાને તેમજ પોતાની નૈતિક જવાબદારીને નિભાવવામાં આવી તેઓએ પર્યાવરણ પ્રત્યે પોતાની નૈતિક ફરજ કેળવીને  જળાશયોની સુંદરતી કાયમી રાખવામાં સૌ સહભાગી  બન્યા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.