Western Times News

Gujarati News

ગુજરાત સરકાર ધોરણ ૧થી ૮ના વર્ગો શરુ કરી શકે છે

Files Photo

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આગામી દિવસોમાં શાળાઓમાં ધોરણ ૬થી ૮ના વર્ગો શરુ કરવાનો ર્નિણય લઈ શકે છે. ધોરણ ૬થી ૮ પછી ધોરણ ૧થી ૭ માટેના ર્નિણય પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જાે કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો સરકાર પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓનો ઓફલાઈન અભ્યાસ ઓગષ્ટથી શરુ કરવાનો વિચાર ધરાવે છે.

આ શક્યતાઓ વિષે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગો શરુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જાે કોરોનાના કેસમાં વધારો નહીં નોંધાય તો ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓગષ્ટના અંત સુધી શરુ કરી દેવામાં આવશે. અમે દૈનિક આંકડાઓને ધ્યાનમાં રાખીએ છીએ અને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને ક્લાસરુમમાં શિક્ષણની શરુઆત કરવામાં આવશે.

તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.તેમણે આગળ જણાવ્યું કે, સરકારે ધોરણ ૯થી ૧૨ના વર્ગો અને કોલેજાેના ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. અમને સારો સહકાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી સાતના વર્ગો પણ શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર પછી રાજ્ય સરકારે શાળાઓ અને કોલેજાે શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બીજી લહેર શરુ થઈ જવાને કારણે તે બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજ્ય સરકારે પહેલા કોલેજાે શરુ કરવાની મંજૂરી આપી, ત્યારપછી ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી. આ બાબત સાથે સંબંધ ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો વિચાર ૧૫મી ઓગષ્ટ પહેલા ધોરણ ૬થી૮ના વર્ગો શરુ કરવાનો છે અને મહિનાના અંત સુધીમાં અન્ય વર્ગો શરુ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.