સૈફ અલી ખાન ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલરના બ્રાન્ડ એમ્બેસેડ બન્યો
મુંબઇ, ભારતના સૌથી પ્રમુખ અને સૌથી વધુ વેચાણ ધરાવતા હેર કલર ગોદરેજ એક્સપર્ટ ઇઝી કે જેના ઉપર 5 કરોડથી વધુ ઘરોને ભરોસો છે, તેણે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ શેમ્પૂ વાળને કલર કરવાનો એક આધુનિક અને સુવિધાજનક માર્ગ છે.
વ્યક્તિ શેમ્પૂની માફક સૂકા વાળ ઉપર પ્રોડક્ટ લગાવી શકે છે અને 5 મીનીટમાં કલરની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. સૈફ અલી ખાન સાથે બ્રાન્ડનું જોડાણ આ ઓફરિંગ અને શેમ્પૂ હેર કલર કેટેગરી અંગે જાગૃકતા ફેલાવવા માટે થશે. ગોદરેજ એક્સપર્ટ ઇઝીએ એક નવું ટીવીસી કેમ્પેઇન પણ રજૂ કર્યું છે, જેમાં પ્રોડક્ટની વિશેષતાઓ દર્શાવવા તથા કેટેગરીની વિઝિબિલિટી વધારવામાં આવશે અને તેની કલ્પના ક્રિએટિવલેન્ડ એશિયા દ્વારા કરાઇ છે.
સૈફ અલી ખાન તેમની સરળ, પરંતુ સોફિસ્ટેકેટેડ સ્ટાઇલ તરીકે પ્રસિદ્ધ છે અને તેઓ દેશમાં જાણીતા અભિનેતાઓ પૈકીના એક છે. આ બાબત તેમને ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલર માટે યોગ્ય વિકલ્પ બનાવે છે, જે સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે તેમજ માત્ર 5 મીનીટમાં પરિણામ આપે છે.
ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલર એક નવીન પ્રોડક્ટ ફોર્મ્યુલેશન છે, જે આમળા અને શિકાકાઇથી સમૃદ્ધ છે, જે ગ્રે વાળનું કવરેજ સુનિશ્ચિત કરીને વાળને મુલાયમ બનાવે છે.
આ સહયોગ વિશે વાત કરતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, “ગોદરેજ એક્સપર્ટ ભારતની પ્રથમ હેર કલર બ્રાન્ડ છે અને તેણે આપણને હેર કલર્સના ઘણાં ફોર્મેટ્સથી પરિચિત કરાવ્યાં છે. મારી માફક બ્રાન્ડ પાઉડર હેર કલરથી સમૃદ્ધ ક્રીમ કલર અને હવે 5 મીનીટ શેમ્પૂ હેર કલર સુધી સતત વિકસિત થઇ છે.
ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલર સ્ટાઇલિશ હોવાની સાથે વસ્તુઓને સરળ રાખવાની મારી સ્ટાઇલ સાથે અનુરૂપ છે. 5 મીનીટની ઝડપી અને સરળ એપ્લીકેશન પ્રક્રિયા મારી પસંદગીની વિશેષતા છે.”
આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ભારત અને સાર્કના સીઇઓ સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “હેર કલર કેટેગરીમાં ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલર ઇનોવેશન છે. આ ઓફરિંગ દ્વારા અમે ગ્રાહકોને સોલ્યુશન આપી રહ્યાં છીએ કે જેમની પાસે સમય ઓછો છે અને તુરંત હેર કલર કરવા માગે છે.
સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવીને તથા 5 મીનીટમાં નવા કલર સાથે હેર લૂક ગોદરેજ એક્સપર્ટ ઇઝીને ઇનોવેશન બનાવે છે. સૈફ અલી ખાન સાથે અમારી ભાગીદારીથી કેટેગરી વિશે જાગૃતિ તથા શહેરી અને ગ્રામિણ બજારોમાં અમારી પ્રોડક્ટ્સ અંગે જાણકારી વધારવામાં મદદ મળશે.”
ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલર ઉપયોગમાં સરળ અને સિંગલ-યુઝ સેશેમાં આવે છે. તેને સૂકા વાળ ઉપર સરળતાથી લગાવો. તેને મસાજ કરો અને 5 મીનીટ બાદ વાળ ધોઇ નાખો. ગોદરેજ એક્સપર્ટ ઇઝી શેમ્પૂ હેર કલરનું એક પેક રૂ. 29ની વાજબી કિંમત ધરાવે છે અને તે એક મહિના સુધી ચાલે છે. તે ત્રણ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે – નેચરલ બ્લેક, નેચરલ બ્રાઉન અને બરગંડી. આ પ્રોજક્ટ જનરલ/મોર્ડન ટ્રેડ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર ઉપલબ્ધ છે.