યોગી અને મોદી વચ્ચે વડાપ્રધાનની ખુરશીને લઇ લડાઇ ચાલે છે : ટિકૈત

નવીદિલ્હી: કૃષિ કાનુનોને લઇ કેન્દ્ર સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે ટકરાવ જારી છે જયાં કેન્દ્ર સરકારે ત્રણેય કાનુનોને પાછો લેવાનો ઇન્કાર કર્યો છે ત્યાં કિસાન સંગઠન પણ કૃષિ કાનુનને લઇ સંસદ દ્વારા નેતાઓને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી કે જાે યુપી સરકાર કિસાનોની સમસ્યાઓનો ઉકેલ નહીં લાવે તો તે લખનૌ કુચ કરશે.આ દરમિયાન ટિકૈતે એ પણ કહ્યું કે યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બધુ બરાબર નથી અને બંન્ને નેતાઓની પરસ્પર લડાઇ ચાલી રહી છે
હકીકતમાં એક ટીવી ડિબેટમાં જયારે એન્કરે રાકેશ ટિકૈતને પુછયુ કે યોગી સરકાર માટે યુપી નાકની લડાઇ છે ત્યાં ભાજપે પુરી તાકાત લગાવી રહી છે યોગી અને મોદી માટે ચુંટણી ખુબ મોટી છે તેના પર ટિકૈતે કહ્યું કેં યોગીજી અને મોદીજીની વચ્ચે પરસ્પર લડાઇ ચાલી રહી છે યોગીજીને વડાપ્રધાન બનવું છે જયારે મોદીજી પદ છોડવા માંગતા નથી આ તો પરસ્પરની લડાઇ છે. તેમાં આપણે શું કરી શકીએ
એક સવાલના જવાબમાં ટિકૈતે કહ્યું કે અમે લખનૌ એટલા માટે ગયા હતાં કારણ કે ચાર વર્ષથી શેરડીના ભાવ વધ્યા નથી શું પાંચ વર્ષાં દેશમાં કોઇ મોંધવારી વધી નથી ઉત્તરપ્રદેશમાં વિજળીના રેટ સમગ્ર દેશમાં સૌથી મોંધા છે અમે તો તે વાત કરવા માટે લખનૌ ગયા હતાં તેમણે કહ્યું કે અમે દિલ્હીની જેમ ઉત્તરપ્રદેશમાં આવીને બેસીશું એક મોરચો અહીં પણ ખોલીશું ત્યારબાદ અમે ભોપાલ જઇશું ત્યાં પણ મોરચો ખોલીશું ત્યારબાદ અમે પંજાબ જઇશું. શું ઉત્તરપ્રદેશ દ્વારા દિલ્હીમાં દબાણ બનાવવા માંગો છો તેના જવાબમાં ભાકિયુ નેતાએ એક ઉદાહરણ આપતા કહ્યું કે આ જે પોલીસવાળા હોય છે જાે એક ભાઇનું કોઇ કેસમાં નામ આવે છે તો બીજા ભાઇને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે જેલ તો મોકલતા જ નથી પોલીસ સ્ટેશનમાં બેસાડી દે તો અમે પણ વાત કરીશું દિલ્હીવાળા માની રહ્યાં નથી તો તેમના બીજા ભાઇ બંધુ છે તેન પર દબાણ બનાવીશું તેમની સાથે વાત કરીશું